________________ ૧૭ર શ્રી મુનિપતિ ચરિત્રમ હોય તે કઈપણ દર્પણમાં સુંદર કે અસુંદર પોતાના સ્વરૂપને જોઈ શકે ખરો ? તે રાણી બ્રહ્મા ભક્તિ કરનાર, પતિના ચિત્તને અનુસરનારી પતિને અતિપ્રિય હતી. - અનુક્રમે જ્વાલાદેવીને વિષ્ણુકુમાર અને મહાપા નામના બે પુત્રો થયા. તે બંને અનુક્રમે મહાપરાક્રમી બુદ્ધિમાન અને યુવાન થયેલા જાને રાજાએ પોતાના મનમાં વિચાયું– 3 - - - હું હવે રૂપ અને સૌંદર્યયુક્ત આ બંને પુત્રોને યુવરાજ તરીકે સ્થાપે. એમ વિચારી તે રાજાએ વિષ્ણુકુમારને કહ્યું: “હે પુત્ર!” હવે તું યુવરાજ પણાને ગ્રહણ કરી ત્યારે તે વિષ્ણુકુમારે કહ્યું: “હે પિતાજી! આ અસાર -રાજ્યને હું શું કરું? હું તે દીક્ષા લઈશ.” ત્યારે રાજાએ મહાપદ્રકુમારને યુવરાજ પણાનું પદ આપ્યું.' છે. હવે અહીં તે મહાપદ્રકુમારને નમુચિ મળે. ત્યારે તે મહાપદ્મ પણ તે નમુચિને સન્માન આપવાપૂર્વક પ્રધાન તરીકે સ્થાપન કર્યો. તે એક વખત તે નમુચિએ મહાપાની આજ્ઞાથી સેના સહિત કોઈક દુરદુઃખે જિતાય એવા પલ્લી પતિને જીતવા ગયે, ત્યાં સમરાંગણમાં તે પલીપતિને જીતીને તેને બાંધીને મહાપદ્મને સેં . ત્યારે ખુશ થયેલા મહાપદ્મ તે નમુચિને વરદાન માંગવા માટે કહ્યું તે નમુચિએ કહ્યું : હું કોઈ પ્રસંગે માગીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust