________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 165 કહ્યુંઃ “હે શેઠ ! પહેલાં તમે મને પાંજરામાંથી બહાર કાઢે. “પછી હું તમને બધી વાત વિસ્તારથી જણાવું.” શેઠે પોપટને બહાર કાઢ એ તે પટે ઊડીને ઘરના આંગણાના ઝાડ ઉપર બેસીને શેઠને બધી વાત જણાવી. તેથી દૂભાઈ ગયેલા શેઠે પોતાની પત્નીનું આ બધું ખરાબ આચરણ જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય પામીને ગુણસુંદરસૂરિ આચાર્ય ભગવંત પાસે જઈને દીક્ષા લીધી. પિોપટ પણ પિતાના શાપને સમય પુરો કરીને ફરી દેવપણું પામી ધરણેન્દ્રની સભામાં ગયે. . - હવે તે મુનિ પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ચુક્ત શાસ્ત્રના અધ્યયનમાં જ તન્મય થઈને અનેક પ્રકારના તપના પ્રભાવથી, અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરી એમ અનેક લબ્ધિવાળે તે મુનિ ભવ્ય જીને પ્રતિબંધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. હવે તે દુષ્ટા ભદ્રા શેઠાણ અને તાપસ લકથી કરાતી નિંદાના ભયથી રાજગૃહ નગરમાંથી નીકળી દરેક સ્થાને કોથી નિંદા પામતા પામતા બ્રમણ કરતા કેટલેક દિવસે અનુક્રમે ચંપાનગરીમાં પહોંચ્યા. ત્યાં કેઈક પાડાના પાળના ખૂણે એક ઝુંપડી બનાવીને તે બંને રહેવા લાગ્યા. , . . . ભદ્રા ત્યાં બીજાનાં ઘરનું પાણી ભરવું, લાકડાં લાવવાં, ખાંડવું, દળવું વિગેરે કામ કરી આજીવિકા ચલાવે છે. તાપસ પણ કઈક ધનવાનને ઘેર ખેતીનું કામ કરે છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust