________________ 84 શ્રી મુનિપતિ ચરિત્રમ મારી પત્ની હતી તે પતિવ્રતા હતા, વિનયવંત હતી અને તેણીના વિનયથી સંતુષ્ટ રહેતો હું કયારેય પણ તેણીનાં વચનનું ઉલ્લંઘન કરતો નહીં, તેણનું કહ્યું બધુ કરતે. .. ' ' - હવે એક વખત પ્રિયાને કરમાયેલા મુખવાળી– ખૂબ ઉદાસ થયેલી જોઈને મેં પૂછયું : “હે પ્રિયા ! તું શા માટે ઉદાસીન થઈ ગઈ છે ? પરંતુ લજજાળુ તેણુએ મને કંઈ કહ્યું નહીં ! ત્યારે મેં ઘણો જ આગ્રહ કરવા પૂર્વક પૂછતાં તેણીએ કહ્યું : “હે સ્વામી ! કસ્તૂરિયા મૃગના પુંછડાનું માંસ ખાવાની મને અભિલાષા થઈ છે. ત્યારે મેં તેણીને પૂછયું : “હે પ્રિયા ! તે મૃગ કયાં છે ?" તેએ કહ્યું : “હે સ્વામી ! તે તે બહુ કષ્ટથી લાવી શકાય તેવા સ્થાનમાં છે; તેથી તમને તેવા કષ્ટ આપનારા સ્થાનમાં તેને લેવા માટે મેકલવાને મારે જીવ ચાલતો નથી. કારણ કે તમારા વિયેગને પણ સહન કરવા હું સમર્થ નથી.” તે સાંભળી તેના પ્રેમના બંધનમાં બંધાયેલા મેં કહ્યું: “હે પ્રિયા ! તું તારે સુખે રહે ! કષ્ટ સહન કરીને પણ હું તારા મનના મનોરથને જરૂર પૂરો કરીશ જ.” ત્યારે તેણીએ. કહ્યું : " હે સ્વામી ! રાજગૃહ નગરમાં શ્રેણિક મહારાજાને ઘેર તે મૃગ તેઓ ક્રીડા કરવા માટે લાવ્યા છે. તે સાંભળી મેં કહ્યુંઃ “હે પ્રિયા ! તું ચિંતા ન કર સ્વસ્થ રહે. હું ખરેખર ! તે કસ્તુરિયા મૃગનું માંસ તને ચેકસ લાવી આપીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust