________________ 108 શ્રી મુનિપતિ ચરિત્રમ ત્યારે રાજાએ કહ્યું : “હે પંગુ-લંગડા! જે તું આમ -ભટકવા કરતાં મારે ઘેર રહે તે હું ખાવાપીવાનું, કપડાં વિગેરે બધું આપીશ.” પાંગળાએ તે તરત તે સ્વીકારી લીધું. " હવે સાંજ પડતાં રાજાએ તે પાંગળા સાથે ઘેર આવીને રાણીને પાંગળા સંબંધી વાત કરીને તે ઘરની અંદર જ રાખ્યો. હવે અહીં પાંગળા સાથેના એકાંત સંસર્ગથી રાણી કામાતુર થઈ અને તે પાંગળાની સાથે હંમેશાં ભેગવિલાસ કરવા લાગી. . F એક વખત તેણે પિતાના હદયમાં વિચાર્યું જે હું આ રાજાને મારી નાખું તો જ શંકારહિત થઈ આ પાંગળા સાથે રાતદિવસ કામગ કર્યા જ કરી શકું. હવે એકદા વસંત ઋતુ આવતા બધા જ નગરજને ક્રિીડા-આનંદ-પ્રમોદ કરવા માટે ગંગાના કિનારા તરફના વનની અંદર ગયા. ત્યાં તે દુષ્ટ સુકુમાલિકાએ ગંગાનદીને જેવાના બહાને રાત્રિમાં રાજાને ગંગાનદીના પાણીમાં નાખી દીધું અને પાતે ઘેર જઈને તે પાંગળા સાથે ભેગવિલાસ ભોગવવા માંડી. - હવે અહીં રાજા જે કે નદીના કાંઠાની નજીકમાં જ પડી ગયેલો અને તેણે સ્ત્રીના ખરાબ આચરણને જાણીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust