________________ 124 શ્રી મુનિપતિ ચરિત્રમ સાંભળી ક્રોધાયમાન થયેલા રાજાએ વિચાર્યું : “ખરેખર ! આ જિનદત્ત ધર્મના બહાને ધૂતારો પેદા થયો. માટે આને તો મારી જ નાખવો જોઈએ. એમ વિચારી રાજાએ તે આરક્ષકને કહ્યું : “હે વસુદત્ત ! તો તે તમે જિનદત્તને ખૂબ ખૂબ હેરાન કરી મારી નાંખે. આમ રાજાનો હુકમ પામી તે આરક્ષક તે ખુશ ખુશ થઈ ગયે; અને ખૂબ ખુશ થઈ જલ્દી જલદી તે જિનદત્તને પકડી ગધેડા ઉપર ચડાવ્યું અને પછી લાલ ગેરુચંદનથી તેના શરીર ઉપર વિલેપન કરીને તે જિનદત્તને નગરી અંદર ત્રિક (ત્રણ રસ્તા પડતા હોય તે) અને ચતુષ્ક (ચાર રસ્તા પડતા) હોય તે) ચૌટામાં ફેરવ્ય. જિનદત્તને આ રીતે વિડંબના પમાડાતો જોઈને દરેક સ્થાને કેએ-હાહાર કર્યો- બધા લોકો ખૂબ ખિન્ન થઈ ગયા. . આ જાતના કોલાહલને સાંભળીને નજીકના ઘરના ગોખમાં આવેલી જિનમતીએ તે પિતાને પ્રિય જિનદત્ત છે એમ જોઈને રુદન કરતી કરતી પોતાના મનમાં આ રીતે વિચારવા લાગી ? ખરેખર ! આ મારે સ્વામી ધર્મિષ્ટ છે, દયાવાળે છે, દેવ ગુરૂની ભક્તિમાં પરાયણ છે, છતાંય કર્મના ઉદયથી કેવી વિચિત્ર દુર્દશાને પામે છે? આ બાજુ જિનદત્ત પણ તેને જોઈને અત્યંત નેહવાળે થયે પોતાના મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો : અરે ! મારા અશુભ કર્મના ઉદયથી આ , સુંદર સ્ત્રીનું મિલન પણ ન થયું” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust