________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 125. હવે જે કદાચ ભાગ્યયોગથી આ કષ્ટમાંથી મારી મુક્તિ થાય તો આ સુંદર સ્ત્રી સાથે પાણિગ્રહણ–વિવાહ કરીને ભેગોને ભેગવીશ. નહીં તે મને સાગારિક અનશન હે. એમ વિચાર કરતા તે જિનદત્તને આક્ષક અનુકમે ફાંસીને માંચડે લઈ ગયે.. હવે અહીં જિનમતી પણ પોતાના હાથપગ ધોઈ પોતાના ઘર દેરાસરમાં આવી હદયમાં શાસન દેવીનું ધ્યાન કરી જિનદત્તના કષ્ટ નિવારણ નિમિત્તે શુદ્ધ બુદ્ધિપૂર્વક કાઉસગ્ગ ધ્યાનમાં રહી. . હવે અહીં તે જિનમતીના શીલના પ્રભાવથી અને અત્યંત દૃઢભક્તિથી પ્રસન્ન થયેલી તે શાસન દેવી ત્યાં ત્રણ ત્રણ વાર જિનદત્તને ભૂલી ઉપર ચડાવવા છતાં તે શૂલી જુનાઘાસની જેમ તુરત ભાંગી જવા લાગી, ત્યારે દુષ્ટ આરક્ષકે તે જિનદત્તને ઝાડની ડાળીએ દેરડીથી બાંધી લટકાવ્યો. ત્યારે તે દેવીએ તે દેરડી જ કાપી નાખી ત્યારે વળી વધારે પડતા રોષે ભરાયેલા તે આરક્ષક તલવારના . પ્રહાર કરવા માંડે, પણ તે પ્રહારો તે જિનદત્તના શરીરમાં લાગવાને બદલે કુલની માળા રૂપે થઈ જતા. હતા ! ત્યારે આશ્ચર્ય પામેલા લોકોએ તે બધી વિગત રાજાને જઈ જણાવી, ત્યારે ભય અને આશ્ચર્યયુક્ત થયેલા. રાજાએ ત્યાં જઈને, તે જિનદત્તને પ્રણામ કરીને, હાથી ઉપર ચઢાવીને પોતાની સભામાં લાવ્યા. અને ત્યારપછી રાજાએ વિનય કરવા પૂર્વક અને બહુમાન આપવા પૂર્વક જિનદત્તને પૂછતાં જિનદત્ત સર્વ સત્ય હકીકત રાજાની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust