________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 141 પૂછ્યું: " હે ભગવન ! પાપ કર્મમાં જ આ રક્ત તે દુષ્ટનિષાદ મરીને કયાં જશે!” . . - આચાર્ય ભગવંતે કહ્યું: “હે રાજન! તે પાપનું નરક સિવાય બીજું સ્થાન જ નથી. કહ્યું પણ છે કે- જીવહિંસામૃષાવાદ–તૈન્યા સ્ત્રી નિષેવનૈઃ પરિગ્રહ કષાશ્વ, વિષ વિવશીકૃત છે કૃતનો નિર્દયઃ પાપી, ૫રદ્રોહ હે વિધાયકઃ રૌદ્રધ્યાનપર ફરે, ન હિ નરકે વજેતુ છે જીવહિંસા કરનાર, જુઠું બોલનાર, ચોરી કરનાર, પરસ્ત્રીનું સેવન કરનાર, પરિગ્રહ કષાય, અને વિષયને. આધીન થયેલ, કૃતધ્વ—ઉપકારને ભૂલી જનાર, દયારહિત પાપી, બીજાનો દ્રોહ-વિશ્વાસઘાત કરનાર, રૌદ્ર ધ્યાનમાં તત્પર અનેક્ 2 આ બધા મનુષ્ય મરીને નરકે જ જનારા હોય છે. ફરી રાજાએ પૂછ્યું : “હે ભગવન! તે વાઘ મનુધ્યની ભાષા કેવી રીતે બોલી શકતો હતો?” એ આચાર્ય ભગવંતે કહ્યું : “હે રાજન! તેનું પણ, કારણ કહું છું, તે તમે સાંભળે”— 2 સૌધર્મ દેવલોકમાં એક ઇંદ્ર સરખી જ ઋદ્ધિવાળો એક સામાનિક દેવ છે; તેની પ્રાણથી પણ પ્રિય દેવી ત્યાંથી વી–મરીને કઈક મનુષ્યપણે ઉત્પન્ન થઈ. તે વખતે તે દેવની પ્રિયાના આરક્ષક દેવોએ તેના પ્રિય દેવને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust