________________ 160 શ્રી મુનપતિ ચરિત્રમ લેવા માટે આવ્યું અને તે વખતે તેના મસ્તક ઉપર શેઠની દુકાનના છાપરામાંથી એક ઘાસનું તણખલું પડયું. ત્યારે તે તાપસ પોતાના જ ઉપર ક્રોધ કરતાં લોકોની આગળ કહેવા લાગ્યો : " હે લેકે ! મહાવ્રતધારક એવા મેં કયારેય કોઈ નું તણખલું પણ આપ્યા સિવાયનું લીધું નથી. આજે મારા મસ્તક ઉપર આ તણખલું પડયું, તેથી હું દોષિત થયે, દેષિત થયેલા તે મારા મસ્તકનો હું છેદ કરીશ.” એમ કહી તેણે મ્યાનમાંથી તલવાર કાઢી. ત્યારે લોકોએ ઘણે આગ્રહ કરી આપઘાત કરતો હતો તેમાંથી રક્ષણ કર્યું. આવા પ્રકારની તેની ચેષ્ટા જોઈને શેઠે વિચાર્યું : ખરેખર ! આ તાપસ તો મહાધર્મિષ્ટ લાગે છે, જેથી હું એને મારી ગેરહાજરીમાં મારા ઘેર રાખું, એમ વિચારી તે શેઠે તાપસની આગળ કહ્યું : " હે મહાત્મા ! હું ડેક સમય પરદેશ જવાનો છું” તો ભેજન વિગેરે કરવાપૂર્વક તમે મારા ઘેર રહેજે.” - તાપસે કહ્યું : “હે શેઠ! મારા જેવા તાપને ગૃહસ્થને ઘેર રહેવું ચગ્ય ન ગણાય.” તે સાંભળી શેઠે વિચાર્યું. આ નિસ્પૃહી મહાત્મા મને કણ મળશે? એમ વિચારી ફરી શેઠે કહ્યું : “હે તાપસ, તમારા જે નિર્મલ આમા મને કેણ મળવાનું છે? માટે મારા ઉપર કૃપા કરીને મારે ઘેર જ રહેવું. જે આમ શેઠના અત્યંત આગ્રહથી તાપસે પણ તે રહેવાનું કબૂલ રાખ્યું. ન હવે શેઠે તે તાપસને પોતાના ઘરના બારણું આગળ રહેવાની વ્યવસ્થા કરીને પોતાની પત્નીને કહ્યું : “હે પ્રિયા! TI || P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust