________________ 148 શ્રી મુનિપતિ ચરિત્રમાં એક વખત શિયાળામાં કોઈ એક સિંહ ઠંડીથી પીડાચેલો તે નિશાચરની ગુફામાં પેસીને સૂઈ ગ. હવે આ બાજુ આવેલા નિશાચરે ઠંડીથી પીડાતા - સિંહને પોતાની ગુફામાં સૂઈ ગયેલા જોઈને તેના ઉપર દયા લાવી પોતે ઠંડીને સહન કરીને પણ બહાર સૂઈ ગયે. ત્યારપછી જાગી ગયેલા સિંહે ઊઠીને તે નિશાચરને મારી નાખે અને તેનું ભક્ષણ કરી ગયે. સિંહ કથા સમાપ્ત આ રીતે હે મુનિ ભગવંત! તમે પણ આવું જ કર્યું. મુનિએ કહ્યું: “હે શેઠ! હું હવે કઠ નામના વાણીયાની જેમ મારા ઉપર આવેલું કલંક દૂર કરીશ.” શેઠે કહ્યું : “કઠ વણિકની વળી શું વાત છે ?" - તે કહે-મુનિએ કહ્યું કઠ વણિકની સ્થા - રાજગૃહ નામના નગરમાં ભેગા થયેલા બધા રાજાએએ જેના સિંહાસનને શોભાવ્યું છે એ સકલ કલાને જાણકાર બધી જાતની રાજનીતિમાં હોંશિયાર શ્રેણિક નામે રાજા રાજ્ય કરતો હતો. તે શ્રેણિક રાજાને બધા ગુણોથી ભરપૂર જિનેશ્વર ભગવંતના ધર્મની પ્રભાવના કરનારી અને અત્યંત રૂપાળી ચેલણ નામની પટરાણ હતી. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust