________________ 146 શ્રી મુનિ પતિ ચરિત્રમ તે વખતે ખૂબ ભૂખી થયેલી તે સિંહણ તે બચ્ચા પાસે મૃગલી અને શિયાળને મૂકીને પોતે પોતાના ભક્ષણ માટે વનમાં ગઈ અને તે વખતે તે, મૃગલીને તે નિદ્રા આવી ગઈ ત્યારે તે શિયાળણીએ વિચાર્યું કે આ સિંહણના બચ્ચાનું મારે તો સારામાં સારૂં ભેજન થશે એમ વિચારી તે શિયાળ સિંહણ બચ્ચું ખાઈ ગઈ. અને તે શિયાળે સૂતેલી મૃગલીનું મુખ લેહીથી લીપી દીધું અને ત્યાર પછી તે શિયાળણી પિતાના રથાને ચાલી ગઈ. એટલામાં સિંહણે ત્યાં આવીને ચારે તરફ તપાસ્યું. પણ પોતાના બાળકને ક્યાંય જોયું નહીં. આ બાજુ તે શિયાળણી પણ આવી. ત્યારે સિંહણે તે શિયાળણીને પૂછ્યું : “હે સખી! મારૂં બચું કેમ દેખાતું નથી ?" શિયાળણીએ કહ્યું : “હું તો કામ પડવાથી મારા ઘેર ગઈ હતી, તેથી. હું કંઈ જાણતી નથી. પણ તું જે તે ખરી આ મૃગલીનું મુખ લેહીથી ખરડાયેલું છે. તેથી તે તારો, બાલ આ મૃગલીએ જ મારી નાખ્યો હોય એમ જણાય છે. . . - હવે તે સિંહણે મૃગલીને ઉઠાડીને પૂછ્યું : " હે મૃગી ! તારૂં મુખ લેહીથી ખરડાયેલું દેખાય છે, તેથી તે * મારૂં બચ્ચું તે જ ખાધું દેવું જોઈએ.” ' હવે સિંહણે વિચાર્યું“ખરેખર મોટું તો લેહીથી ખરડાયેલું દેખાય છે. પરંતુ, આ મૃગલી તો હંમેશા ઘાસ જ ખાનારી છે અને શિયાળણું માંસ ખાનાર તરીકે પ્રસિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust