________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 19 તે જ નગરમાં અત્યંત દયાળુ મનવાળ બારવ્રતધારી શ્રાવક ગુણોથી યુક્ત કઠ નામને શેઠ હતો, તે શેઠને રૂપ સૌભાગ્ય અને સૌંદર્યથી ભરપૂર ભદ્રા નામની પ્રિય પત્ની હતી. એક વખત શેઠે પોતાનો મહેલ બનાવવા શિપિઓને બોલાવ્યા અને તે સૂત્રધારો-શિલિપ પણ વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તે શેઠના મહેલને બનાવવા લાગ્યાઃ કહ્યું પણ છે કે - વૈશાખે શ્રાવણ માગે, ફાલ્યુને કિયતે ગૃહમા શેષમાસે પુનવ, ઈતિવારાહ સંમતમૂ છે પૂર્વસ્યાં શ્રીગૃહ કાર્ય–માગ્રેચ્યાં તુ મહાન સમ્ શયન દક્ષિણસ્યાં તુ, નૈઋત્યામાયુધોપિકમ્ છે ભુતિક્રિયા પશ્ચિમસ્યા, વાયવ્યાં ધાન્યસંગ્રહ ઉત્તરસ્યાં જલસ્થાન–મશાનાં દેવતાગૃહમ્ છે કયા માસમાં મકાન બનાવવું તે જણાવે છે -. વૈશાખ શ્રાવણ માગશર અને ફાગણ માસમાં મકાન બનાવવું જોઈએ. બીજા મહિનાઓમાં નહીં. એમ વરાહસંહિતામાં કહેલું છે. કઈ દિશાઓમાં મકાનનાં ક્યાં ક્યાં અંગ રાખવાં તે જણાવે છે - પૂર્વ દિશામાં લકમીગૃહ, (ધન રાખવાનું સ્થાનતિજોરી વિ.), અગ્નિ ખુણામાં રડું; દક્ષિણ દિશામાં શયન સ્થાન (પથારી), નૈઋત્ય ખૂણામાં શસ્ત્ર સ્થાન-આયુધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust