________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 153 સાત લાલ, છ ઊચાં, પાંચ સૂક્ષ્મ, પાંચ દીર્ઘ, ત્રણ મેટાં, ત્રણ ટૂંકાં અને ત્રણ ગંભીર એ રીતે અંગવાળે બત્રીસ લક્ષણે પુરૂષ કહેવાય છે. હાથપગનાં તળીયાં, આંખના ખૂણા, નખ, તાળવું, જીભ અને બે હોઠ આ સાત લાલ હોય તે ઘણું સારાં ગણાય છે. કાખ, પેટ, છાતી, નાક, બે ખભા અને કપાળ આ છ ઊંચાં સુંદર ગણાય છે. આંગળીઓની રેખાઓ, દાંત, વાળ, નખ અને ચામડી એ પાંચ સક્ષમ હોય તે વખાણવા ગ્ય છે. બે હાથ, આંખોને વચલો ભાગ, ઢીંચણ, નાક, બે "ભૂજાઓને વચલો ભાગ, આ પાંચ લાંબાં પ્રશંસાપાત્ર છે. ડેક, બે પગ, જાંઘ આ ત્રણ ટૂંકાં સુંદર છે. સ્વર, સત્ત્વ અને નાભિ એ ત્રણ ગંભીર હોય તે પ્રશંસાપાત્ર છે. હૃદય, માથું અને કપાળ એ ત્રણે વિસ્તૃત હોય તે સારાં, આવાં બત્રીશય લક્ષણવાળે તે પુત્ર થયો. શરીરમાં સૌથી મુખ્ય મુખ છે, કારણ કે બધાં અંગોમાં મુખ ઉત્તમ છે. મુખમાં પણ નાક શ્રેષ્ઠ છે. તેમાં ૧ણ આંખ શ્રેષ્ઠ છે. વર્ણ કરતાં નેહ શ્રેષ્ઠ, નેહ કરતાં સ્વર શ્રેષ્ઠ, સ્વર કરતાં સર્વ શ્રેષ્ઠ કેમકે સત્ત્વમાં બધું સમાયેલું હોય છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust