________________ 128 શ્રી મુનિપતિ ચરિત્ર વાનરી! જગતમાં ઉપકાર કરનારને કેઈ પછી ઓળખતું નથી અને તેમાંય માનવ ખાસ ઉપકાર કરનારને ભુલી જાય છે. આ બાબતમાં હું તને એક કથા કહું તે સાંભળ: ન શિવસ્વામી બ્રાહ્મણની કથા કોઈ એક ગામમાં શિવસ્વામી બ્રાહ્મણ રહેતો હતે. તે બ્રાહ્મણ એક વખત તીર્થ યાત્રા કરવા માટે પોતાના ઘેરથી નીકળીને દેશાંતરમાં ભ્રમણ કરતો એક મોટી અટવીમાં આવી પહોંચ્યો ત્યારે તે ખૂબ તરસ્ય થયેલ પાણીને શોધતાં તેણે એક જૂનો કૂવે છે. તે વખતે તેણે ઘાસની દેરડી બનાવીને તેના છેડે વાસણ બાંધીને તેણે તે વાસણું પાણી કાઢવા કૂવામાં નાખ્યું. તે વખતે તે દોરડીને પકડીને કૂવામાંથી એક વાંદરા બહાર નીકળે. ત્યારે તે બ્રાહ્મણે વિચાર્યું કે ખરેખર ! આવી રીતે પરોપકાર થવાથી મારી મહેનત સફળ થઈ વળી બીજી વાર દોરડી નાખી ત્યારે કૂવામાંથી વાઘ અને સાપ નીકળ્યા. અને તે બંનેએ પિતાને જીવન આપનાર બ્રાહ્મણને પ્રણામ કર્યા ત્યારે ત્રણમાંના વાનરને જાતિસ્મરણ (પૂર્વ જન્મનું સ્મરણ) જ્ઞાન થતાં તે વાનરે ભુમિ ઉપર અક્ષરો લખીને બ્રાહ્મણને જણાવ્યું કેઃ “હે બ્રાહ્મણ ! અમે જાણે મથુરા નગરીની નજીક રહીએ છીએ તે કયારેક તમે ત્યાં જરૂર આવજે અમે પણ તમારી મહેમાનગતિ કરવાને લાભ લઈશુ. . . . . . . . . 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust