________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 129 - વળી આ કૂવામાં એક મનુષ્ય પણ પડે છે, પરંતુ તેને તમારે બહાર કાઢવા જેવો નથી. કારણ કે તે મહાકૃતન (ઉપકારી ઉપર પણ અપકાર કરનાર) છે, એમ કહીને તે ત્રણે તે પોતાના સ્થાને ગયા. ત્યારે બ્રાહ્મણ વિચાર્યું કે આ બિચારા માણસને પણ કૂવામાંથી કેમ નહીં કાઢવો જ જોઈએ? ઉપકાર તો પોતાની શક્તિ હોય તો થઈ શકે એટલે બહારૂ કરે જ જોઈએ. આ મનુષ્ય જન્મ પામ્યાનું પણ એ જ ફલ છે. એમ વિચારી બ્રાહ્મણે ફરી પણ દોરડું કૂવામાં નાંખીને તે મનુષ્યને પણ બ્રાહ્મણે બહાર કાઢયે; ત્યારપછી બ્રાહ્મણે તે માણસને પૂછ્યું “હે ઉત્તમ પુરુષ! તું જાતે કેણ છું? ક્યાં રહે છે?” એમ પૂછતાં તેણે કહ્યું : “હું મથુરામાં રહું છું અને જાતે સોની છું અને કંઈક કામસર અહીં આવેલે હું ખૂબ તરસ્યો થયેલે, હું કૂવામાં પડી ગયે. પણ કૂવાની અંદર ઉગેલા વૃક્ષની ડાળી પકડીને જ્યાં હું સ્થિર થયો ત્યાં તો વાનર વિગેરે ત્રણે પણ આ કૂવામાં પડયા, બધાંને એકસરખું દુઃખ આવવાથી એકબીજા પરસ્પર વેર છેડીને અમે બધા ત્યાં સાથે રહેલા હતા. તે ઉપકારી! અહીંથી તે અમને બહાર કાઢયા તો હે બ્રાહ્મણ ! તું એકવાર મથુરામાં જરૂર આવજે.” એમ કહીને તે સોની પોતાના સ્થાને ગયો. ત્યારપછી તે બ્રાહ્મણ પૃથ્વી મંડલમાં બ્રમણ કરતા અને તીર્થોને નમસ્કાર કરતા કરતો એક વખત મથુરાની નજીકના ઉપવનમાં આવ્યો, ત્યારે તે વાનર તે બ્રાહ્મણને ત્યાં આવેલો જોઈને અને પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust