________________ 130 શ્રી મુનિપતિ ચરિત્રમ ઉપકારી તરીકે સારી રીતે ઓળખીને ખૂબ ખુશ થતા થતા તેણે સુંદર ફૂલે લાવી તેની ભક્તિ કરી. : છે. એટલામાં તે તે વાઘ પણ તે બ્રાહ્મણને જોઈને અને પિતાના ઉપકારી તરીકે સારી રીતે ઓળખીને વિચાર્યું : “આ તો મહાન પુરુષ છે, મને જીવન આપનારે છે, માટે હું આના ઉપર કંઈક ઉપકાર કરૂં. એમ વિચારીને તે ઉપવનમાં જઈ ત્યાં બાગમાં સૂતેલા રાજપુત્રને અવિવેકથી હણી તેના ઘણું જ કીંમતી આભુષણને લાવીને તે પિતાને જીવન આપનાર તે બ્રાહ્મણને આપીને પ્રણામ કર્યા ત્યારે તે બ્રાહ્મણે પણ " તું દીર્ધાયુ– " 'લાંબી આવરદાવાળો થા એ આશીર્વાદ આપીને મથુરા નગરીમાં જઈને સોનીનું ઘર પૂછતો પૂછતો અનુક્રમે તે સનીના ઘેર પહોંચે ત્યારે દૂરથી જ તે બ્રાહ્મણને આવતા જોઈને અને તેને બરાબર ઓળખીને તે તેની નીચું મુખ રાખી, પોતાનું કામ કરવા લાગ્યું. ત્યારે બ્રાહ્મણે કહ્યું: “હે સોની મહાજન ! શું તમે મને ભૂલી ગયા? નથી ઓળખતા?” ત્યારે સેનીએ કહ્યું: “હે છે મેં બરાબર આપને ઓળખ્યા નહીં " એમ તે સોનીએ કહેતાં બ્રાહ્મણે ફરી કહ્યું : " ખરેખર, જેણે જંગલમાં તમને કૂવામાંથી કાઢયા હતા તે હું બ્રાહ્મણ ! અત્યારે તમારો મે'માન થઈને આવ્યો છું. એમ કહી તે બ્રાહ્મણે ત્યાં બેસીને તે સનીને કહ્યું: " હે સોની મહાજન ! મને આ આભૂષણ દક્ષિણ તરીકે એક યજમાને આપ્યું છે. આની કિંમત કરવામાં ખરેખર તમે જ હોંશિયાર છે. તો આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust