________________ મુનિપાત ચ'રત્રમ 133 થી તેમ કરીને આ જ છે તે હવે અણી અને તેને પોતાના ઉપકારી તરીકે સારી રીતે ઓળખીને એમ વિચાર્યું કે, અહો ! આ ગુણવાન બ્રાહ્મણે પહેલાં મને કૂવામાંથી બહાર કાઢી જીવન આપ્યું હતું આજે તે જ મહાન પુરુષ બ્રાહ્મણ સંકટમાં આવી પડે છે તો હવે આજે હું ગમે તે કંઈ ઉપાય કરીને આ સજજન પુરુષને ઉપકાર કરનારે થાઊં તો જ ખરેખર હું આ બ્રાહ્મણને - અનુણી થાઊં : ત્રણ ચૂકવી શકું. એમ વિચાર કરતો તે સાપે જલદી જલદી રાજાના ઉદ્યાનમાં જઈને ત્યાં સખીઓ સાથે કીડા કરતી રાજકુમારીને ડંખ દીધો. તે જ વખતે તે રાજપુત્રી આકુળ-વ્યાકુળ થતી મૂછ ખાઈ ભુમિ ઉપર પડી અને સખીઓને જણાવતાં એ બાબતે સાંભળીને રાજા અત્યંત શેકથી આકુળ-વ્યાકુળ થઈને કહેવા લાગ્યો : “અરે ! હું જ્યાં પુત્રના મરણથી આવેલા એક દુઃખને પાર પામ્યું નહીં, એટલામાં તો મારા ઉપર રાજપુત્રીને સાપ કરડવારૂપ બીજું દુઃખ આવી પડયું.” હવે હું કરૂં શું? એમ વિચારી રાજાએ તે જ ક્ષણે મંત્ર તંત્રના જાણકાર અનેક લોકોને લાવ્યા. તે બધા રાજકુમારીને થયેલા સર્પ દંશને ઈલાજ કરવા લાગ્યા. પણ રાજકુમારીને કંઈ ગુણ લાગ્યો નહીં. હવે આ તરફ એક મંત્રવાદી રાજા પાસે આવ્યો અને કહેવા લાગ્યા કે—મારી પાસે નિર્મલ જ્ઞાન છે. તેથી હું એમ સમજું છું કે આ આપના વડે હણાતે આ બ્રાહ્મણ તદ્દન નિર્દોષ છે તે હકીકત સાંભળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust