________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 127 અત્યંત કુર યમને જાણે ચાકર જ ન હોય તે અતિનિર્દય ઉપકાર ઉપર પણ અપકાર જ કરનારાઓમાં શિરોમણિ સમાન નિષાદ–પારધિ હતો. તે પાપી હતો. પાપી એવે તે હંમેશા વનમાં જઈને વરાહ, શૂકર, હરણ વિગેરે જંગલી પશુઓને મારતો હતો, તે જ વનમાં રાજાના પાળેલા ઘણું વાનરાંઓ પણ રહેતા હતા, તે વાનરાઓમાં એક વાનરી હતી. તે માંસજન વિગેરે કરતી નહતી અને દયા અને દાક્ષિણ્યતા વાળી હતી. એક વખત તે નિષાદ હાથમાં શસ્ત્ર લઈ શિકાર કરવા માટે તે વનમાં ગયે. ત્યાં એક મહા ભયંકર વાઘને તે નિષાદે જે. વાઘને જોઈને ડરી ગયેલો તે નિષાદ નજીકના વૃક્ષ ઉપર ચઢી ગયે; અને ત્યાં પહોળા કરેલા મુખવાળી તે વાનરીને જોઈને ફરી પાછો ભયભીત થઈ ગયે. - અહીં તે વાઘ પણ નિષાદને મારવા માટે ગર્જના કરતો કરતે તે વૃક્ષની નીચે આવ્યું. આ - હવે ભયથી આકુળ-વ્યાકુળ થયેલા તે નિષાદને જાણીને તે સુશીલ વાનરી પોતાનું મુખ પ્રસન્ન રાખીને તેની નજીક બહેનની જેમ બેસી તે નિષાદના વાળને સમારવા લાગી. .. . . . ! ત્યારે તે થાકી ગયેલો નિષાદ પણ ચિંતા રાખ્યા સિવાય તે વાનરીના મેળામાં માથું મૂકીને સૂઈ ગયે. ત્યારે તે વાઘ વાનરીને કહેવા લાગ્યો : “હે ભદ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust