________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ 123: તે આરક્ષકે કોઈ કાર્ય માટે જતા તે જિનદત્તને પણ જોયે. હવે ત્યાં જ કુંડલ પડેલું હતું તેને જોઈ જિનદત્ત. તો તે માગ છેડી બીજા માગે ગયે. કારણ કે, - “સર્વ પ્રાણીઓને પિતાની જેવા જ જેતે હોય,. અને પરની માલિકીના દ્રવ્યને માટીના ઢેફાની જેમ જેતે હોય અને પરસ્ત્રીઓને માતાની જેમ જેતો હોય તે જ ' સાચું જેનાર છે. હવે અહીં પાછળ આવતા તે વસુદ ત્યાં પડેલા . રાજાના કુંડલને લઈને રાજા પાસે લાવીને રાજાને ઍપ્યું. ત્યારે ખુશખુશ થયેલા રાજાએ કહ્યું “હે ભદ્ર વસુદત્ત !' તમને આ કુંડલ કયાંથી મળ્યું ?" ત્યારે દુષ્ટબુદ્ધિવાળા તેણે જિનદત્ત ઉપર ઠેષ ભાવથી રાજાની આગળ કહ્યું “હે સ્વામી ! મેં આ કુંડલ જિનદત્ત પાસેથી મેળવ્યું.” તે સાંભળીને આશ્ચર્ય યુક્ત થયેલા રાજાએ કહ્યું : “હે. આરક્ષક! તે જિનદત્ત એક તે મહાધર્મિષ્ટ છે, બહું વિચારીને કામ કરનારો છે, તે ચોરી કરે એ કઈ રીતે. સંભવે ? કારણ કે “ડાહ્યો માણસ કોઈપણ ઠેકાણે બીજાની પડેલી, ભુલાઈ ગયેલી, નાશ પામેલી, રહેલી, થાપણ તરીકે મૂકાયેલી અને નહીં આપેલી વસ્તુને ગ્રહણ કરતો જ નથી. - - આમ રાજાએ કહેતાં તેના ઉત્તરમાં વસુદત્ત આરક્ષકે કહ્યું : “હે સ્વામી! જિનદત્ત જેવો કઈ ચેર નથી. તે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust