________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 121 - અહીં જિનદત્ત પણ ઘેર જઈને, ભેજન કરી, દુકાને આવી પિતાનો ધંધો કરવા લાગ્યા. હવે અહીં જિનમતીના પિતા પ્રિયમિત્ર જિનદાસ શેિઠની પાસે આવીને સર્વ વિગત જણાવીને જિનદત્તને પિતાની પુત્રી આપી અને જિનદાસ શેઠે બહુ આનંદપૂર્વક તેનો સ્વીકાર કર્યો. કહ્યું પણ છે કે “જે બંનેની પાસે સરખું ધન હોય, જે બંનેનું સરખે સરખું કુલ હોય. તે જ બંનેની મિત્રતા વિવાહ શેભે છે. એક માટે અને એક નાનું હોય તો તેઓનાં વિવાહ અને મિત્રતા બરાબર શેભતાં નથી. ત્યારપછી જિનદાસ શેઠે પ્રિય મિત્ર શેઠનું ખૂબ સન્માન કર્યું અને તે સન્માન પામી પ્રિયમિત્ર શેઠ પિતાને ઘેર ગયા. હવે દુકાનેથી ઘેર આવેલા જિનદત્તની આગળ તેના પિતાએ તેના વિવાહ કર્યાના સમાચાર જણાવ્યા. ત્યારે જિનદરતે કહ્યું “હે પિતાજી ! હું તો પરણવાને જ નથી, મારા મનમાં તે દીક્ષા લેવાને ભાવ છે.” એ ત્યારે પિતાએ કહ્યું: “હે પુત્ર ! તે કન્યા શું તને કયારેય મળી હતી ખરી ?" ત્યારે જિનદરો જિનભવનમાં જવાથી માંડીને બધી જ વાત પિતાની આગળ જણાવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust