________________ 120 શ્રી મુનિપતિ ચરિત્રમ્ આંગી કરવા લાગી. તે વખતે જિનદત્ત શ્રાવકે તે કન્યાને જિનેશ્વર ભગવાનની પ્રતિમાની ભક્તિ કરવામાં પરાયણ જોઈને આશ્ચર્યયુક્ત મનવાળા થયેલા તેણે પોતાના -મિત્રોને કહ્યું : “હે મિત્રે ! આ કેની કંન્યા છે?” હસતા હસતાં તે મિત્રોએ કહ્યું : “હે મિત્ર! શું તું આ કન્યાને ઓળખતે નથી? આ કન્યા પ્રિય મિત્ર નામના સાથે વાહની સર્વ સ્ત્રીઓમાં અગ્રેસર સમાન જિનમતી નામની પુત્રી છે. જેમ તું પણ રૂપ મનોહરતા વિગેરે ગુણેમાં સર્વ પુરુષમાં અગ્રેસર સમાન છે તેમ, આ કન્યા નારી સમુદાયમાં અતિસુંદર–શ્રેષ્ઠ છે. જે તમારા બંનેને વિચાર થાય તે તમને બંનેને બનાવવાની વિધિની મહેનત પણ સફળ થાય” મિત્રોનાં આવાં વચન સાંભળીને જિનદરો કહ્યું : " હે મિત્રો! આ જિનેશ્વર ભગવાનના મંદિરમાં તમારે આવાં મશ્કરી ભરેલાં વચન બોલવાં તે શું ગ્ય છે? વળી, તમે મારે દીક્ષા લેવાના ભાવ છે, તે પણ શું નથી જાણતા ? મેં તો આ કન્યાની જિનેશ્વર ભગવાન પ્રત્યેની ભક્તિ જોઈને કેવલ નીરાગપણે સહજ ભાવે જ સમાચાર પૂછયા હતા.” એમ કહીને જે તે દેજો એટલામાં તો તે જિનમતીએ પણ તેની સન્મુખ જોયું. અને જોતાં જ રૂપ મનોહરતા વિગેરે ગુણયુક્ત તે જિનદત્તને જોઈને તે જિનમતી તે જિનદત્ત ઉપર રાગવાળી થઈ અને તેની સખીઓએ તેના મનને ભાવ જાણી લીધું. તેથી ઘેર જઈને તે સખીઓએ જિનમતીને અભિપ્રાય તેના પિતા આગળ કહ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust