________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 119 શેઠે કહ્યું: “હે મુનિ ! ખરેખર તમે પણ આવું જ કર્યું.” ત્યારે મુનિએ કહ્યું: “હે શેઠ! સાધુઓ તો ખરેખર જિનદત્ત જેવા હોય છે” - શેઠે કહ્યું : હે ભગવન, એ જિનદત્ત કોણ ? મુનિએ કહ્યું : - જિનદત્તની કથા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ નામને રાજ હતો અને તે જ નગરમાં જીવ- અજીવ ઈત્યાદિ તોનો જાણકાર જિનદાસ શેઠને જિનદત્ત નામને ઉત્તમ શ્રાવક રહેતે હતો. તે જિનદત્ત યુવાન છતાં પણ વૈરાગ્યથી વાસિત હોઈદીક્ષા લેવાની ભાવનાવાળો હોવાથી હાઈ કન્યાને પરણતો ન હતો. તે જિનદત્ત એક વખત પિતાના મિત્રમંડલથી પરિવરેલો નગરના ઉદ્યોનમાં ગયો, ત્યાં તેણે ઊંચાં ઊંચાં શિખરોથી ભિત જિન મંદિરને જોયું.' કે હવે તે જિનદત્ત હર્ષથી ઉલ્લસિત મનવાળો થયો અને તેણે વિધિપૂર્વક જિનમંદિરમાં પ્રવેશ કરીને પુષ્પ વિગેરે પૂજાની સામગ્રીથી જિનેશ્વર ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને જેટલામાં ચૈત્યવંદન કરવા તૈયાર થયે, તેટલામાં એક કન્યાએ આવીને પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખકેશ બાંધીને કસ્તુરીથી મિશ્ર કરાયેલા કંકુ કેસર આદિ સુંદર દ્રવ્યોથી જિન પ્રતિમાના મુખને શણગારવા માટે ગાલ ઉપર પાંદડાની વેલની રચના કરવા લાગી. સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust