________________ 122 શ્રી મુનિપતિ ચરિત્રમ્ ત્યારે પિતાએ ઘણે જ આગ્રહ કરવાથી જિનદત્ત. મૌન રહ્યો. હવે એક વખત તે જિનમતી કન્યા ઘરમાંથી બહાર નીકળી હતી તે વખતે વસુદ-ત નામના નગરના રક્ષકે તે જિનમતીને જોઈ, તેને જઈને કામમાં આતુર થયેલા તે વસુદો જિનમતીના પિતા પાસે તેના પાણિગ્રહણ લગ્ન માટે માગણી કરી, ત્યારે પ્રિય મિત્ર શેઠે કહ્યું : “હે આરક્ષક! એ કન્યા મેં જિનદાસ શેઠના પુત્ર જિનદત્તને આપી દીધેલી છે અને કન્યા અપાઈ ગયા પછી તેને ફેરફાર કરી શકાય જ નહીં. કહ્યું પણ છે કે, “રાજાઓ અને પંડિતો એક જ વાર બોલે છેએટલે બોલીને ફરી શક્તા નથી. એમ કન્યા પણ એક જ વાર અપાય છે; આ ત્રણે બાબત એકેક વાર જ હોય.” તે સાંભળી દુષ્ટાત્મા આરક્ષક રોષે ભરાયે અને જિનદત્ત શેઠ ઉપર વેર રાખવા માંડ; અને રાતદિવસ જિનદત્તનાં છિદ્રો જ જેવા લાગે. - હવે એક વખત રાજા ઘોડા ઉપર ચઢી પરિવાર: સહિત બહારના ઉદ્યાનમાં ગયા અને અતિવેગથી ઘેડદોડની રમત કરતો તેમનું એક કુંડલ કાનમાંથી કયાંક પડી ગયું. તેની તપાસ કરવા માટે રાજાએ તે જ વસુદત્ત આરક્ષકને હુકમ કર્યો. ત્યાર પછી રાજાના હુકમથી જ્યાં તે વસુદઃ. - કુંડલિની તપાસ માટે જે માર્ગે જતો હતો તે જ માર્ગમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust