________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 115 મુનિએ કહ્યું : “હે શેઠ, એવું ખોટું કલંક મુનિઓને આપે એ તમને શોભતું નથી. તમારે આવું કરવું ચોગ્ય ન ગણાય. તમારા જેવા બુદ્ધિમાન પુરુષે તો સત્ય અને અસત્યને વિચારી ને જ કામ કરવું ચોગ્ય ગણાય. જેમ સુબુધ્ધિ મત્રીએ બુદ્ધિપૂર્વક કાર્ય કર્યું. શેઠે કહ્યું. તે સુબુદ્ધિ મંત્રીની શું વાત છે? ત્યારે મુનિએ કહ્યું સુબુધિ મંત્રીની કથા ચંપકમાલા નામની નગરીમાં વમુપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને મહા બુદ્ધિશાળી સુબુધિ નામને મંત્રી હતા. વળી તે જ નગરમાં ખૂબ ધનવાન અને લોકોને અત્યંત પ્રિય એવા અભિનવ નામના શેઠ રહેતા હતા. તેમને સુંદરી નામની પુત્રી હતી. અને તેમના ઘરની નજીકમાં—પાડોશમાં ધનપાલ નામને એક નિર્ધન વાણીઓ રહેતે હતો. તેને પણ એક કંકુ નામની પુત્રી હતી. તે બંને કન્યાઓ પરસ્પર અત્યંત પ્રીતિવાળી સખીઓ હતી. છે. . એક વખત તે બંને સખીઓ જલક્રીડા નહાવા માટે વાવમાં ગઈ. તે વખતે સુંદરીએ પિતાના ઘરેણાં ઉતારી વાવના કાંઠે મૂક્યાં. ! " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust