________________ 106 શ્રી મુનિપતિ ચરિત્રમ પર શેઠે કહ્યું “હે ભગવન્! પણ તમે તેવા નથી. તમે તે સુકુમાલિકાની જેમ કૃતHપણું-કરેલા ઉપકારને પણ ભૂલી જવા જેવું જ કર્યું છે.” ત્યારે મુનિએ કહ્યું: “તે સુકુમાલિકાની શું વિગત છે. તે જણાવો”- ! સુકુમાલિકાની કથા - કુંચિક શેઠે કહ્યું : “ચંપા નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને એક સુકુમાલિકા નામની પટ્ટરાણી હતી. તેમાં આસક્તિ પામેલે રાજા હંમેશાં રાજ્યના કામને છોડીને અંતઃપુરમાં જ પડી રહેતે હતો. તે વખતે રાજના ઘણું કામ બગડતાં જઈ એક વખત મંત્રીશ્વરે રાજાને કહ્યું : “હે રાજન ! હવે તે તમે રાજસભા ભરીને રાજસભામાં પધારે તે સારૂં. સામંત , વિગેરે બધાં આ૫નાં દર્શન કરવા ઉત્સુક થયા છે. આમ ઘણીએ રીતે કહેવા- સમજાવવા છતાં રાજા પોતાની રાણીની આસક્તિ છાડતો જ નથી. ત્યારે તે વખતે બધાએ ભેગા થઈ રાજાના પુત્રને રાજગાદી ઉપર બેસાડી દીધો. અને ત્યાર પછી મદિરા–દારૂ પી ચકચૂર બનેલા તે બંને– રાજા રાણીને પલંગમાં સૂતેલાં જ રાત્રિમાં સામંત વિગેરે લકોએ ઉપાડી ભયંકર વનમાં મૂકી દીધું. : હવે સવાર થતાં ઉઠેલા તે બંને રાજારાણી પિતાના મહેલ વિગેરેને ન જોતાં બધી વિગત મનમાં જ સમજી. લઈને પરદેશમાં જવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust