________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 105 આ મુનિએ જ લેંભના માર્યા મારા જવ લઈ લીધા લાગે છે. એમ વિચારી તે સોનીએ તે મુનિને એ પૂછ્યું : હે મુનિ ! આ સુવર્ણ જવ કોણે લીધા ?" જીવદયાનું ચિંતન કરતા મુનિએ તે ઉત્તર જ ન આપે ત્યારે ક્રોધાયમાન થયેલા તે સોનીએ તે મુનિને એકાંત સ્થાનમાં ઊભા રાખી લાકડી વિગેરેથી ખૂબ માર મારીને લીલું ચામડું વાધર તેમના મસ્તક ઉપર દૃઢ રીતે વીંટીને તેમને તડકામાં ઊભા રાખ્યા. . " હવે તે મુનિ ન સહન થઈ શકે તેવી વેદના પામી તેને સારી રીતે સહન કરતા ધર્મધ્યાનમાં તન્મય બની ગયા અને અંતકૃત કેવલી થઈને મોક્ષે ગયા. . એટલામાં કેચ પક્ષીએ તે જવને ત્યાં જ વમી દીધાઉલટીમાં કાઢી નાખ્યા. તે જોઈને ખૂબ પસ્તાવો કરતો તે સોની રાજાના જમાઈ મુનિને મારવાના કારણે અત્યંત ભયભીત થયેલા તેણે જલ્દી જલ્દી શ્રી વીર પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. 5 ) . - મેતાર્ય મુનિની કથા સમાપ્ત આમ હે કુંચિકશેઠ! સાધુઓ તો મેતાય મુનિ જેવા નિર્લોભી હોય છે, તેઓ પોતે ભલે કષ્ટ સહન કરે પણ બીજા જીવની દયા જ કરતા હોય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust