________________ શ્રી મુનિપતિ ચરિત્રમ થતાં દી પિતાની મેળે હેલવાઈ ગયે; અને તેથી રાજાએ પણ કાઉસગ્ગ પાર્યો, પરંતુ, તે રાજા અત્યંત સુકોમલ હતા તેથી ખૂબ થાકી જવાથી મરી ગયા અને મરીને નીચે પડી ગયા. . . હવે રાજાની મરણોત્તર ક્રિયા ર્યા બાદ તરત જ સામંત વિગેરેએ રાજાના તે ચારેય પુત્રોને રાજ્ય ગ્રહણ કરવાની વિનંતિ કરી. તેઓ તે પુત્રોએ વિચાર્યું, કે ખરેખર, રાજ્ય તે અંતે નરકમાં જ લઈ જનારૂં છે; છતાં પણ સામંત વિ. તે અત્યંત આગ્રહ થવાથી સાગરચંદ્રને તે. રાજ્ય આપ્યું, આમ ન્યાયનીતિપૂર્વક રાજયનું પાલન કરતા. તે સાગરચંદ્ર એક વખત ચતુરંગ સેના સહિત છત્ર-ચામર વિગેરે રાજચિહ્નોથી સુશોભિત બહારના ઉદ્યાનમાં કીડા કરવા જતો હતો, તેને પદ્માવતી રાણીએ જે. તેવા પ્રકા૨ના તેને જોઈને તેના મનમાં એવી ઈર્ષા ઉત્પન્ન થઈ કે, જો મારો પુત્ર રાજા થયે હોત તો તે મારા પુત્રનું પણ હું આવા પ્રકારનું સુખ જોઈ શકત.” ' . - હવે ઉદ્યાનમાં જુદી જુદી જાતની કીડા કરીને થાકી ગયેલેતે રાજા એક ઝાડની નીચે બેઠે અને પોતાની પાસેથી . સેવક પાસે ભજન મંગાવ્યું. તે સેવક પણ જલ્દી જલ્દી તે. ભેજન લેવા માટે ગયે. પદ્માવતી રાણીએ ભેજન લેવા જતા સેવકને જે અને પૂછયું : “હે સેવક! આમ દોડતો દોડતે તું કયાં જાય છે?”, સેવકે કહ્યું : " હે. માતા ! હું રાજા માટે તેમની માતા પાસે ભોજન લેવા. જાઉં છું.” એમ કહીને તે ત્યાં ગયો. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust