________________ - શ્રી મુનિપતિ ચરિત્ર મુનિભગવંતે પૂછયું: “હે રાજન ! તમે ધર્મધુરંધર થઈ પણ સાધુભગવંતોને પડતા તમારા પુત્રોને અટકાવતા કે નથી?” રાજાએ કહ્યું: “હે ભગવન્! તે મારા અપરાધને ક્ષમા કરીને તે બંને મૂર્ખાઓને સાજા કરે!” મુનિભગ વંતે કહ્યું “જે તે બંને દીક્ષા લે તે જ બંનેને હું સાવ કરીશ નહીં તો નહીં જ કરૂં !" ત્યારપછી રાજાએ તે બંનેને તે મુનિ ભગવંત પાસે લાવ્યા અને ભય પામેલા તે બંનેએ તે મુનિ ભગવંત પાસે દીક્ષા લીધી. - હવે તે રાજપુત્ર તો શુદ્ધ મનથી ખૂબ સારી રીતે અંતિચાર–દોષ લગાડયા સિવાય દીક્ષાનું પાલન કરે છે પરંતુ, મંત્રીને પુત્ર કંઈક દુગછાપૂર્વક–(પ્રસન્નતાપૂર્વ નહીં) દીક્ષાનું પાલન કરે છે અને મનમાં વિચારે છે કે જૈન ધર્મ આંતરિક રીતે પવિત્ર છે, પણ બાહ્ય રીતે સ્ના વિગેરેથી રહિત મલિનતા ભરેલે છે, એવું ચિંતવન ક -વાથી તેણે નીચકુલમાં ઉત્પન્ન થવા રૂપ નીચત્રકર્મ બાંધ્યું - " હવે કેટલાક કાળ જતાં તે બંને મુનિઓ અનશ કરી, મરીને દેવ લેકમાં દેવ થયા, ત્યાં દેવતાઈ સુખને ભેગ - વતા તે બંને એક વખત શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં ગયા. મહ વિદેહક્ષેત્રમાં દેવો દાન અને માનવોથી સેવા કરાતા કે એક કેવલજ્ઞાની મુનિ ભગવંતને તેઓએ જોયા. તે મુઈ દેવતાઓ રચેલાં સુવર્ણકમલ ઉપર બેસીને ભવ્ય જીવો ધર્મનો ઉપદેશ આપતા હતા. દેશના પૂર્ણ થયા પછી તે બંનેએ કેવલી ભગવતિને પૂછયું “હે ભગવન! અમે બંને ** P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust