________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ રાજા છે, તે રાજાને પ્રિયદર્શના અને પદ્માવતી નામની . બે રાણીઓ છે. પ્રિયદર્શનાને-સાગરચંદ્ર અને મણિચંદ્ર નામના બે પુત્રો હતા અને પદ્માવતી રાણીને ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો હતા. રાજા તો જૈનધર્મથી રંગાયેલો હોવાથી તે હંમેશાં પર્વ તિથિ આવે ત્યારે પૌષધ કરતે હતો. હવે એક વખત તે રાજાએ આઠમ પર્વતિથિ -આવતાં પૌષધવ્રત લીધું, તેથી, તે પિતાના ઘરમાં જ બનાવેલા ઉપાશ્રયમાં સંધ્યા થતાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થયા. અને મનમાં તેમણે એવો નિશ્ચય કર્યો કે જ્યાં સુધી આ નજીકમાં રહેલે દીવો પ્રકાશિત રહે– હલવાઈ ન જાય ત્યાં સુધી મારે કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવું. રાજાના આવા નિશ્ચયને કઈ જાણતું ન હતું. એ વખતે દાસીએ રાજાને અંધકાર ન લાગે એટલે પ્રકાશ રાખવા માટે વારંવાર તે દીવાના પાત્રમાં તેલ નાખી દીવો પ્રકાશ રાખે. અને જયારે જ્યારે તે દી ઝાંખો પડવા લાગે ત્યારે ત્યારે પાછી તે દાસી ધ્યાન રાખીને વારંવાર તેમાં તેલ પૂરે છે. દાસી મનમાં એમ વિચારે છે કે—કે મારા સ્વામી અંધારામાં શી રીતે રહી શકશે ? એમ દાસી તે માલિકની ભક્તિમાં તત્પર રહી અને તે દીવાને ઝળહળતો રાખવા લાગી. આમ રાત્રિના ચારેચાર પહેરા વતિ ગયા અને રાજાએ પણ ત્યાં સુધી કાર્યો.ત્સગ પાર્યો ત્યારપછી સૂર્યોદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust