________________ 90 શ્રી મુનિ પતિ ચરિત્રમ પરંતુ, તે બનેનું બાળપણું હતું ત્યાં જ તેમને પિતા મરણ પામ્યા. ત્યારે રાજાએ તે બંનેના પિતા વૈદની : જગ્યાએ બીજાને વૈદ તરીકે નીમ્યો. અને તે વૈદ રાજાને માનીત થવાથી ખૂબ સમૃદ્ધિવાન થ.. - હવે એક વખત તે નવ વૈદ વસ્ત્રાભૂષણથી શણગારાયેલે રંગમાં આવીને રાજ પુરુષોથી પરિવરેલે જૂના વૈદ્યના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે તેને મનોરમાએ જે અને તેને જોઈને મનેરમા રડવા લાગી ત્યારે પુત્રએ પૂછયું : “મા ! તું શા માટે રડે છે?” માએ કહ્યું : " હે પુત્ર ! આ વૈદ્ય સરખાં જ અને રાજાના માનીતા અને ત્રદિધ-સંપત્તિવાળા તમામ પિતા પહેલા હતા; પરંતુ તમે બંને વૈિદક શાસ્ત્રને નહીં ભણેલા હોવાથી તે બધું ગયું, તે દુઃખને કારણે હું રડું છું.” તે સાંભળી તે બંને પુત્રોએ કહ્યું : " હે મા ! હવે અમે પણ અહીં શાસ્ત્રને અભ્યાસ કરીને તે જ રાજમાન્ય પદવી પ્રાપ્ત કરીશું. માતાએ કહ્યું : “હે પુત્ર ! અહીં તો તમારા પિતા ઉપર ઈર્ષ્યા કરનારા હોઈ તમને કેઈ ભણાવશે નહીં; આથી, તમે ચંપાનગરીમાં જાઓ, ત્યાં જ્ઞાન ગર્ભ નામના તમારા પિતાને પરમ મિત્ર છે તે જ તમને ભણાવશે. તે સાંભળી તે બંને પુત્રે ત્યાં ગયા. સવ શાને ભણી તે બંને પાછા આવતા હતા ત્યાં રસ્તામાં પડેલા અને અંધ થયેલા એક સિંહને જોયો. તે જોઈ મોટાભાઈએ નાનાભાઈને કહ્યું: " હે ભાઈ આ, આંધળા થઈ ગયેલા સિંહની આંખે સાજી કરીને આપણે તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust