________________ શ્રી મુનિપતિ ચરિત્રમ ત્યારે તેણીએ કહ્યું : “આપના દર્શનથી મારે આજને દિવસ સફળ થયો, એમ કહી તેણે સુંદર ભજન બનાવ્યું અને જ્યારે ભોજન કરવા બેઠે, ત્યારે તે પાપિ એ પહેલાં તે પીઠની ઉપર બરિદાન તરીકે ભોજનને મૂકીને પછી મને તેણએ જમવાનું પીરસ્યું અને આમ ત દરરોજ કરવા લાગી. . . . - હવે એક વખત મેં કહ્યું : “હે પ્રિયા ! આજે તું ઘેબર બનાવજે અને મારા સિવાય બીજા કોઈને પણ તારે તે પહેલાં નહીં આપવા.” તે સાંભળી તેણે એકદમ કહ્યું : “હે સ્વામી! તમારાથી અધિક મારે કઈ છે જ નહીં. ત્યારપછી તેણે કડાઈમાં તપી ગયેલા ઘીમાં ઘેબર કરવાની શરૂઆત કરી. પણ કેપટી એવી તેણુએ આ ઘેબર તિ બળી ગયું છે. એમ કહી એક ઘેબર પીઠ ઉપર મૂકી દીધું. ત્યારે ક્રોધાયમાન થયેલા મેં કહ્યું : " હે પાપિ ! શું આ પીઠની અંદર તારા બાપનું નિધાન પડયું છે કે શું?” આવું મારું વચન સાંભળીને કોપાયમાન થયેલી તેણીએ ‘પણ મારા માથા ઉપર કડાઈમાં રહેલું તપેલું ઘી નાખ્યું તેથી મારું બધું શરીર દાઝી ગયું અને અત્યંત પીડા પામેલે હું પિકાર કરે ત્યાંથી નાશીને મારા પિતાના ઘેર ગયો. ત્યાં મારા માતાપિતાએ અનેક પ્રકારના ઈલાજ . કરવાથી કેટલાક દિવસે હું સાજો થો. ત્યારે મેં વિચાર્યું : આવા “આ ગૃહસ્થાવાસને ધિક્કાર છે; એવી રીતે વૈરાગ્ય પામીને મેં ગુરુની પાસે દીક્ષા લીધી. * ધન્ય મુનિની કથા સમાપ્ત . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust