________________ શ્રી મુનિપતિ ચરિત્રમ આમ હે અભયકુમાર ! તે અનુભવેલ ભય યાદ આવી જતાં આજે મારા વડે “નિસિહિ”ના સ્થાને * ભયાતિભયં વર્તતે " એવું બોલાઈ ગયું. ત્યાર પછી સૂર્યોદય થતાં અભયકુમાર પણ પોષહ પારીને આચાર્યની પાસે ગયે અને ત્યાં આચાર્યના કંઠમાં હાર જોઈને તેણે વિચાર્યું : અરે ! સાધુઓએ “નિસિહિ” ના સ્થાનેકે “ભય વર્તતે અતિભયં વર્તતે " વિગેરે સાચું જ કહ્યું. ખરેખર તે નિર્લોભી સાધુઓ ધન્ય છે. . .' - હવે તે ગુરુને વંદન કરીને તે હારને લઈને રાજાને સમર્પણ કર્યો. આથી હે કુંચિક શેઠ! સાધુઓ તો હંમેશાં નિર્લોભી જ હોય છે. કુંચિક શેઠે કહ્યું “હે ભગવન ! ખરેખર સાધુઓ આવા જ પ્રકારના નિર્લોભી જ હોય છે, પરંતુ તમારામાં એ ગુણ નથી. તમે તે ખરેખર ! સિંહ જેવું કામ કર્યું. " ' ત્યારે મુનિએ પૂછયું: “હે શેઠ! આ સિંહની શું વાત છે ?" શેઠે કહ્યું : સિંહની કથા . . . વારાણસી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો તેની પાસે દેવદત્ત નામે એક વૈદ હતું, તેને મનોરમા નામની પત્ની હતી. તે બંને દંપતીને અનુક્રમે જીવાનંદ અને કેશવ નામના બે પુત્ર થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust