________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 77 * વખતે મારી પત્નીએ પહલીપતિને પૂછ્યું : “હે સ્વામી ! જે કર્મસંગે મારે ભર અહી આવી જાય તે તમે તેનું શું કરો?” પલ્લી પતિએ કહ્યું : “પ્રિયા ! જે તારે ભર અહીં આવે તો હું તેને સારી રીતે નમસ્કાર કરીને તને તેને હું પાછી આપું.” તે સાંભળીને નાખુશ થયેલી તેણે ભૂકૂટી ચડાવીને પલીપતિ સામે જ્યારે જોયું ત્યારે તેનો અભિપ્રાય જાણે પલીપતિએ ફેરવી તોળી કરીને કહ્યું : “હે પ્રિયા ! એ તે મેં તારી આગળ તારી મશ્કરી કરવા કહેલું, પરંતુ, જે તારો ભરતાર અહીં આવે તે ખરેખર ! તેને હું મારી જ નાખું.” તે સાંભળીને ખુશ થયેલી તે મારી પત્ની એ આંખના ઈશારાથી હું પલંગ નીચે છું તેમ તેરે બતાવ્યું, એટલે જલદીથી તે ૫૯લીપતિએ ઊઠીને મને તે છુપાયેલા સ્થાનમાંથી બહાર કાઢી ચેરની જેમ બાંધી લાકડીના માર અને . મુષ્ટિપ્રહાર–મૂહીના મારથી માર મારીને બહારની ખાળમાં ફેકી દીધા અને ત્યાં નારકી દુઃખને સહન કરતો હું પડી રહ્યો હતો ત્યાં મારા કેઈ પુણ્યના યોગથી કઈક કૂતરાએ આવીને મને જે ચામડાની દોરીથી બાંધે હતો તે ચામડાની દોરીને ખાઈ ગયો અને એ રીતે બંધનમાંથી છૂટેલે હું ફરી પણ ધીરજ ધરીને પલ્લીપતિનાં ઘરમાં પેઠે. ત્યાં પલ્લી પતિને નિદ્રાધીન થયેલ જાણીને મારા હાથમાં તરવાર લઈને મારી પત્નીને ઉઠાડીને મેં કહ્યું: “હે રાંડ! જે તું કંઈ બેલી તે આ તરવારથી . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust