________________ - 76 શ્રી મુનપતિ ચરિત્રમ ગઈ એટલે એક ઘરડી કુંભારણના ઘરમાં રહ્યો અને મેં તે કુંભારણને ઘણું ધન આપ્યું અને એથી ખુશખુશ થયેલી તે ઘરડી કુંભારણે મને પૂછ્યું: “હે પુત્ર! તું અહીં શેને માટે આવ્યો છું ?" ત્યારે મેં તે ઘરડી કુંભારણને મારી પત્ની સંબંધી બધી વાત કહી તેણે કહ્યું સવારે હું તેની બરાબર શોધ કરી આપીશ. ત્યાર પછી સવારમાં તે ઘરડી કુંભારણે ચોરોનાં બધાંનાં ઘર જયાં; પરંતુ, કોઈ ઠેકાણે તેને જોઈ નહીં. છેવટે પલ્લીપતિના ઘરમાં તેને જોઈને ગુપ્ત રીતે તેના કાનમાં તેણીને પતિ આવ્યાની વાત કરી તે સાંભળી તેણે કહ્યું: “હે માતા! આજે સાંજે જ્યારે આ પલ્લીપતિ ધાડ પાડવા બહાર જાય ત્યારે મારા ભર્તારને તમારે અહીં મેકલવો, જેથી તેની સાથે હું મારા ગામ ચાલી જઈશ.” હવે તે ઘરડી કુંભારણે તેણુની પાસેથી આવીને મને તેણીએ કહેલી વાત કરી તે સાંભળી ખુશ થયેલ હું પણ સાંજ થતાં પલ્લીપતિના ઘેર ગયો ત્યાં મારી પત્નીએ મારો સત્કાર કરી મને ભેજન કરાવ્યું. ત્યારપછી જેટલામાં પલંગ ઉપર અમે વાત કરતા બેઠા હતા તેટલામાં તે શુકન ન થવાથી તે પલ્લી પતિ પાછા ફરીને તુરત ઘેર આવ્યે. તેને ઘેર આવેલ જાણીને મારી પત્નીએ મને પલંગની નીચે છુપાવી દીધો અને પછી બારણું ખોલ્યું, એટલે તે પલીપતિ અંદર આવીને હાથ પગ ધોઈને ભજન કરીને મારી પત્નીની સાથે પલંગ ઉપર બેઠે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust