________________ શ્રી મુનિપતિ ચરિત્રમ માટે તું મૌન–છાનીમાની રહે. તે સાંભળી ગરોળીએ કહ્યું: “અરે! તું તે કેવો સત્વ વિનાને છે કે જેથી મને આવે (નાનો માત્ર) થયેલ મારે મને રથ પણ તું પૂરે કરી શકતો નથી. તે ? - .. 4 આવી તે બંનેની વાત સાંભળીને રાજાને જરાક હસવું આવ્યું અને રાજાને હસવું આવેલું જોઈને સંશય પામેલી રાણીએ રાજાને પૂછયું: “હે સ્વામી ! આમ વગર કારણે તમને હસવું કેમ આવ્યું ?" રાજાએ કહ્યું : “હે પ્રિયા ! આવી વાત તારે મને પૂછવી જ નહીં, કારણ કે જે હું તને આવી વાત કહું તો ખરેખર મારૂં મરણ જ થઈ જાય. તે સાંભળી વધારે પડતા સંશયમાં પડેલી રાણીએ કહ્યું “હે સ્વામી ! જે તમારૂં મરણ થઈ જશે તે હું પણ તમારી સાથે જ આવીશ-મરી જઈશ.” - ત્યાર પછી ઘણું જ રેકવા છતાં રાણુએ પિતાને હઠાગ્રહ છોડયે જ નહીં ત્યારે રાજાએ પોતાની પત્નીના તે હઠાગ્રહની વાત પ્રધાનની આગળ કહી. પ્રધાને કહ્યું : “હે સ્વામી ! તમારું આવી રીતે થયેલું અકાળમૃત્યુ પ્રજા વિગેરેને મહાન સંતાપરૂપ થશે. માટે આવું રાણીને કહેવાનું કામ તમારે કરવાનું જ નહીં. રાજાએ કહ્યું: “હે પ્રધાન ! તમારી વાત તદ્દન સાચી છે પણ મારી પ્રાણપ્રિયાના આનંદને ખાતર હું મરણ પણ સ્વીકારવા તૈયાર છું. આથી તમે સ્મશાનભૂમિમાં ચિતા તૈયાર કરાવે. ત્યાં જઈને હું રાણુને મારી આ વાત કહીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust