________________ . 17 શ્રી મુનિપતિ ચરિત્રમ પણ આપણને મળે, જેથી આપણને ઘણું દ્રવ્ય મળે. એમ વિચારી તે બંનેએ લેજનની અંદર ઝેર ભેળવ્યું ! હવે વડની નીચે સુવર્ણ પુરુષને સાચવવા બેઠેલા બંનેએ પણ વિચાર્યું કે જે આપણે બંને ભેજનની. સામગ્રી લેવા ગયેલા બંનેને મારીને સુવર્ણ પુરુષને ગ્રહણ કરીએ. ' હવે બન્યું એવું કે જેટલામાં ભેજન લઈને પેલા બે આવ્યા કે ત્યાં બેઠેલા બંનેએ તે બંનેને તરવારથી મારી નાખ્યા, અને ત્યાર પછી વિષ ભેળવેલું ભોજન - કરીને તે બંને પણ મરી ગયા અને ત્યાં પડયા. તે વખતે વૃક્ષને આંતરે રહેલા મેં તે બધુ તેઓનું ચેષ્ટિત જાણ્યું અને જાણીને મેં વિચાર્યું કે ખરેખર ! અર્થમાંથી અનર્થ પેદા થાય છે તેને આ પ્રત્યક્ષ દાખલી જે. ત્યાર પછી તે દોઢ હાથના સુવર્ણ પુરુષને લઈને હું પાછા ફરીને ભાઈની પાસે ગયો. ત્યાર પછી અમે બંનેએ મળીને ઘર તરફ આવતાં માર્ગમાં આ પ્રમાણે વિચાર કર્યો : - ત્યાં મેં એમ વિચાર્યું કે જો હું આ મારા ભાઈને મારી નાખું તો આ બધું ધન મારૂં થઈ જાય. એ જ વખતે મારા ભાઈએ પણ મારી જેમ જ મને મારી નાખવાનું વિચાર્યુ આમ વિચાર કરતા કરતા અમે બંને અમારા નગર સુધી આવી પહોંચ્યાં. ત્યારે મેં ફરી બીજી રીતે વિચાર કર્યો : " આ ધનને ધિક્કાર છે કે જેનાથી મારા સગા ભાઈને પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust