________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 73 મારી નાખવાની બુદ્ધિ પેદા થાય છે. આમ વિચારીને મેં તે સુવર્ણ પુરુષને એક સરોવરની અંદર નાખી દીધો, ત્યારે મારા ભાઈએ મને કહ્યું : “હે ભાઈ ! તેં આ બહુ સારૂં કર્યું. (કે જેના કારણે એક બીજાને મારી નાખવાની બુદ્ધિ થતી હતી તેને છોડી દીધે એ બહુ જ સુંદર કાર્ય કયું') ત્યાર પછી તે બંને ભાઈઓ ઘેર આવ્યા. તે બંનેને જોઈને સર્વે સગાવહાલાઓ ખૂબ ખુશી થયા. - હવે તે સુવર્ણપુરુષ, સરોવરની અંદર પડેલો હતે. તેને એક માટે માછલે ગળી ગયો. તે માછલાને એક મચ્છીમારે પોતાની જાળમાં પકડે. ત્યાર પછી તે મચ્છીમાર તે માછલાને વેચવા માટે ચૌટામાં, બજાર વચ્ચે લાવ્યું. તે વખતે અમારા બંનેની માતાએ બજારમાં વેચાતા તે માછલાને ભેજન માટે તેની કિંમત આપીને ઘેર લાવી અમારી બેનને આપે; અને જેટલામાં તે અમારી બેન તે માછલાના બે વિભાગ કરે છે ત્યાં તો તેમાંથી નિધાન–સુવર્ણ પુરુષ પ્રગટ થયો. તે જોઈને ખુશ ખુશ થયેલી તેણે તે નિધાનને ગુપ્ત રીતે સંતાડવા માંડી. - તેમ કરવી તેને જોઈને મારી માતાએ પૂછ્યું : હે પુત્રી ! એ માછલામાંથી શું નીકળ્યું ?" તેણીએ કહ્યું : “કંઈ નહીં.” આમ તે બંને વાતવાતમાં લડી પડ્યા. એટલામાં લડતાં લડતાં મારી બેનની કાંખમાંથી તે નિધાન મારી માતાના મસ્તક ઉપર પડયું; અને મર્મ સ્થાનમાં ઘા લાગવાથી તે જ ક્ષણે તે મારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust