________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પાસે લાવ્યા. રાજા પણ સંધાયેલા તે હારને જોઈને અત્યંત ખુશ થયો. ત્યાર પછી તે સોનીના પુત્રોએ રાજા પાસે બાકી રહેલું તે ધન માગ્યું; પરંતુ, લોભી બનેલા રાજાએ તેઓને તે બાકીનું અધું ધન ન આપ્યું. હવે તે સોની મરીને વાનર થયો હતો તે વાનર નગરની અંદર ભમતો ભમતે એક વખત પોતાના પૂર્વજનમના રહેઠાણમાં આવ્યો. ત્યાં પોતાના જ બનાવેલાં ઘર વિગેરે જોઈને વિચારમાં પડી ગયું અને વિચારતાં વિચારતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું– પૂર્વજન્મ યાદ આવ્યે; અને તેથી તે પોતાની હાટે-દુકાને, પોતાના પૂર્વ જન્મના પુત્રો પાસે આવ્યું. અને ત્યાં પુત્રોની પાસે તેણે અક્ષરે લખીને કહ્યું : “હે પુત્રો ! હું તમારે પિતા છું અને તમે મારા પુત્ર છે. તો તમે મને કહે કે-રાજાએ તમને પચાસ હજાર સોનામહોર બાકી રાખલી તે (હાર સંધાઈ ગયા પછીથી મારી ગેરહાજરીમાં તમને આપવાનું નક્કી થયેલ તે) ધન આપ્યું કે નહીં ? તેઓએ કહ્યું કે, હે પિતાજી રાજાએ અમને તે ધન (ભી થઈને) આપ્યું જ નથી.” એ સાંભળી તે વાનર વનમાં જઈને મનમાં વિચારવા લાગ્યો જે તે હાર જ મારા હાથમાં આવી જાય તો સારું. એમ વિચારી તે હંમેશાં રાજભુવનની ઉપર જ ભમવા લાગ્યું. - હવે એક વખત તે ચેલણ રાણી અશોકવાટિકામાં જઈને પુષ્પો એકઠાં કરીને સ્નાન કરવાની ઈચ્છાવાળી થયેલી, વાવના કાંઠે ગઈ ત્યાર પછી તે રાણીએ હાર વિગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust