________________ શ્રી મુનિ પતિ ચરિત્રમ્ જાહેરાત કરાવી કે, કેઈની પાસે હાર હોય તેણે તે મને જલદી સોંપી દે અને પાછળથી જે કેઈની પાસેથી તે હાર મળશે તેને હું મરાવી નાખીશ. આમ તે પહ બધે ઠેકાણે ફર્યો પણ કેઈએ તેનો સ્પર્શ કર્યો નહીં. હવે પિલા સનીના પુત્રો ભય પામ્યા અને ભય પામેલા તેઓએ તે હાર તે વાનરને ફરી પાછો આપે. અને વાનર પણ તે હારને લઈને જંગલમાં ચાલ્યો ગયો. અને દિવસે વનની અંદર વૃક્ષની અંદર છુપાઈને રહી રાત્રે એક યક્ષના મંદિરની નજીકની વ ડીમાં ગયો. - હવે તે યક્ષના મંદિરમાં શ્રી સુહસ્તિસૂરિ આચાર્ય મહારાજ અને તેમના પાંચ સાધુઓ રહેલા હતા, ત્યાં તેઓએ પ્રતિક્રમણ કરીને સુહસ્તિસૂરિ આચાર્ય મહારાજે પિતાના શિષ્યની આગળ કહ્યું : “હે શિષ્યો ! તમે અહીં જ રહેજે હું બહાર કાઢ્ય ધ્યાનમાં ઊભે રહું છું. એમ કહીને બહાર નીકળ્યા અને જે વૃક્ષ ઉપર તે વાંદરો રહેલો હતો તે જ વૃક્ષની નીચે તે કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. ત્યારે તે વાનરે વૃક્ષ ઉપરથી નીચે આવીને તે હાર તે આચાર્ય મહારાજનાં કંઠામાં સ્થાપન કરી દીધું. હવે અહીં અભયકુમાર પણ તે પાખીના દિવસે તે મુનિઓની પાસે રાત્રિનો પોષહ લઈને રહેલો હતો અને તેથી તે બધા ત્યાં ધર્મને લગતું રાત્રિ જાગરણ કરે છે. તે વખતે ત્યાં રાતના પહેલા પહેરે શિવ નામના મુનિ ગુરુની સેવા સુશ્રુષા કરવા માટે તેમની પાસે જવા બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust