________________ શ્રી. મુનિપતિ ચરિત્રમ બધાં આભૂષણો દાસીને સોંપીને વાવમાં ગઈ. દાસી પણ બધાં આભૂષણેને થાળમાં રાખીને અને તે થાળ પિતાના માથે મૂકીને વાવના કાંઠે રહેલાં આંબાના વૃક્ષની નીચે. ઊભી રહી. . - હવે અહીં તે વાનર ભમતો ભમતો ત્યાં–વાવ પાસે. આવ્યો. અને દાસીના માથા ઉપર રહેલા આભુષણના હાલમાં રહેલ તે હારને જો, ત્યારે તે ધીમે ધીમે વૃક્ષની ડાળીમાં આવીને જેમ કોઈ જાણે નહીં તે રીતે ગુપ્ત રીતે હાથની લાઘવી કળાથી તે થાળમાંથી તે હાર લઈ લીધો. ત્યારપછી તે હારને પોતાની કાખમાં છુપાવીને જલદી જલદી પુત્રોની પાસે આવીને તે હાર તે પુત્રોને તેણે સેં. પુત્રોએ પણ તે હાર ગુપ્ત રીતે રાખી લીધો. ન હવે ચેલણ રાણી વાવમાં સ્નાન કરીને બહાર આવી અને આવીને તેણે દાસી પાસે પોતાનાં આભરણેને ગ્રહણ કર્યા પણ તેમાં ક્યાંય હારને જે નહીં ત્યાર પછી તે રાણી જલદી જલ્દી પોતાના મહેલમાં આવીને તે હારની હકીકત રાજાને જણાવી. રાજાએ પણ અભયકુમારને. બોલાવીને તેને હારના ચેરને શોધી લાવવાની આજ્ઞા કરી. અભયકુમારે કહ્યું : “હે પિતાજી! સાત દિવસની અંદર હું હારના ચેરને પકડી લાવી પ્રગટ કરીશ.” - હવે અભયકુમારે સવ ઠેકાણે તે હારના ચેરની. શોધ કરી પણ કઈ ઠેકાણેથી હારનો ચોર મળે નહીં ત્યારે અભયકુમારે નગ૨માં આ પ્રમાણે પટહદુષણ– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust