________________ શ્રી મુનિપતિ ચરિત્રમ - ત્યાર પછી તે નાગકુમારી બીજા ભેગીંદ્ર સાથે ક્રીડા કરવા લાગી ત્યારે તે બંનેને કોરડાના ઘાથી મેં તાડન કરવાથી તે બંને નાસી ગયા. આમ કહીને તે બ્રહ્મદત્ત ચક્રવતી જેટલામાં લઘુચિંતા પેશાબ કરવા) માટે બહાર નીકળે, તેટલામાં એક દેવ હાથ જોડીને અને પગમાં પડીને આ પ્રમાણે કહેવા લાગ્યું— - “હે રાજેન્દ્ર! હું તારા ઉપર ખુશ થયે છું. આથી તું મારી પાસે વરદાન માગ. રાજાએ કહયું : “હે દેવ! તું કયા કારણે મારા ઉપર ખુશ થ છું ? દેવે કહ્યું: “હે રાજન ! સરોવરમાંથી બહાર નીકળીને લલનાને તમે જે જોઈ હતી તે મારી ભાય–પત્ની હતી તે ઘેર આવીને મને આ પ્રમાણે કહેવા લાગી : “હે સ્વામી ! જલક્રીડા કરતી હતી ત્યારે મારી પાસે બ્રહ્મદત્ત ચક્રવતીએ સંગ માટે માગણી કરી મેં ઘણય નિષેધ કર્યો, તે પણ તેણે મારા શીલનું ખંડન કર્યું, આમ કહીને તે ખૂબ રડવા લાગી. હું, તમને મારી નાખવા માટે અહીં આવ્યો હતો. પરંતુ, આ સંબંધમાં તમે જે વાત તમારી પટ્ટરાણી આગળ કહી તે બધી વાત મેં બારી માં રહીને સાંભળી. . આ રીતે મારી સ્ત્રીનું બધું જ ખરાબ ચેષ્ટિત મેં જાયું. “હે રાજન ! તમે તો ઉત્તમ છે. આથી હું તમારા ઉપર તુષ્ટ થયો છું. માટે તમે મારી પાસે વરદાન માગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust