________________ શ્રી મુનિપતિ ચરિત્રમ હવે ચિતા તૈયાર કરાવ્યા બાદ રાજા સ્નાન કરીને તેમાં બેઠે. મંત્રીશ્વર વિગેરે પ્રજાજને-નગરજનો શેકમાં ગરકાવ થઈ ગયા અને આઠંદ કરવા લાગ્યા. : હવે એટલામાં ત્યાં શું બને છે તે જણાવે છે કે રાજાના અધોનિમિરો ત્યાં જવનું ગાડું આવ્યું અને તેની પાછળ પાછળ બકરીઓનું ટેળું પણ આવ્યું, તે વખતે એક બકરીએ પોતાના સ્વામી બકરાને કહ્યું : - “હે સ્વામી ! આ ગાડામાંથી થોડા જવ લાવીને મને આપે, તેનો સ્વાદ લેવાની મને ઈચ્છા ઉત્પન્ન થઈ છે. તે સાંભળીને તેના સ્વામી બકરાએ કહ્યું: “હે રાંડ હું કંઈ બ્રહ્મદત્ત જેવું નથી કે તારા જણાવેલા આ કાર્યને કરીને મારા આત્માને મરણ પમાડું. તારા જેવી રાંડ સ્ત્રીને ખાતર મારૂં હું મરણ કરવાનું ઈચ્છતો જ નથી” તે સાંભળીને બકરીએ કહ્યું H તું ખરેખર પ્રેમના સ્વરૂપને જાણતો જ નથી. તું જે તે ખરે, આ બ્રહ્મદત્ત ચક્રવતી રાજા હોવા છતાં પણ પિતાની પ્રિયાને માટે કરીને મરવા પણ તૈયાર થયે છે.” તે સાંભળીને બકરાએ કહ્યું: “હે રાંડ! આ રાજાય મૂર્ખ છે કે જે રાંડ સ્ત્રી માટે મરણ સ્વીકારે છે. હું તે કદિ તેના જે થાઉં જ નહીં ને !" આવા પ્રકારની તે બંને બકરા– બકરીની વાત સાંભળીને આશ્ચર્ય પામેલે રાજા ચિતામાંથી ઊતરી જઈને પાછા ઘેર ગયો અને તેણે મનમાં વિચાર્યું : “ખબર ! આ બકરો મારે ગુરુ થયો. ત્યાર પછી તે રાજાએ તે બકરા-બકરીના યુગલને પોતાની પાસે લેવડાવીને તે બંનેના કંઠે સેનાની સાંકળ પહેરાવીને ખાવા માટે લીલા-મીઠા જવ આપ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust