________________ 62 શ્રી મુનિપતિ ચરિત્રમ બ્રહ્મદરે કહ્યું : “હે દેવ! મારી પાસે છે તે ઘણું છે. મને કઈ વસ્તુની ઓછાશ નથી.” ... 5 દેવે કહ્યું : “પરંતુ હે રાજન ! દેવનું દર્શન નિષ્ફળ હેય જ નહીં તેથી તમે કંઈક તો માગો જ. 2. રાજાએ કહ્યું : “તે, હું સર્વ જીવોની ભાષાને જાણુનારે થાઉં તેવું કરો. દેવે કહ્યું : “એમ છે. પરંતુ તમારે “હું બધાની ભાષા જાણું છું” એવી વાત કોઈની આગળ કહેવી નહીં” જે તમે કોઈને કહેશે તે તમારૂં મરણ થઈ જશે. તા : રાજાએ તે વાતને સ્વીકારી દેવ પિતાને સ્થાને ગ. - હવે એક વખત અંતઃપુરમાં રહેલા રાજાના શરીરે રાણીએ ચંદનને લેપ કર્યો અને લેપ કરતાં વધેલા ચંદનનું કાળું રાજાની પડખે મૂકયું. એટલામાં ત્યાં ભીંત ઉપર રહેલાં સ્ત્રી અને પુરુષ -મિથુન-યુગલરૂપ બે ગોળી પરસ્પર અત્યંત પ્રેમવાળા ત્યાં રહેલા હતા. તેમાંની સ્ત્રી ગીરાલીએ પોતાના સ્વામીને કહ્યું : “હે સ્વામી ! આ ચંદનના કેળામાંથી થોડુંક ચંદન તમે મને લાવીને આપ, કે જેથી મારા પણ શરીરને સંતાપ-દાહ દૂર થાય. તે સાંભળીને પુરુષ ગરોલીએ કહ્યું–અરે હલકી સ્ત્રી! તું તે મૂખ છે. હું તારા જે મૂર્ખ નથી. જો હું રાજા પાસે (એવું કંઈ લેવા માટે) જાઉં તો રાજા ખરેખર ! મને મારી જ નાખે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust