________________ શ્રી મુનિપતિ ચરિત્રમ પાન વિગેરે પણ કરાવતી નથી–ધવડાવતી નથી. શેઠે ઘણાય ઉપાય કર્યા, પરંતુ તે ગાંડપણમાંથી સાજી ન થઈ. રાત્રિમાં તે દેવીએ શેઠને સ્વપ્નની અંદર કહ્યું: “જે તું મને લાપશી વડાં વિગેરે નૈવેદ્ય આપીશ તો જ તારી પત્ની સાજી થશે નહીં તો નહીં જ થાય.” * : - કે હવે પ્રભાતે તે બધી જાતનું નૈવેદ ત્યાં દેવી આગળ ધર્યું. - હવે ત્યાં ધરાયેલું તે નૈવેદ્યરૂપે વડાં વિગેરે જઈને ખૂબ ભૂખ્યા થયેલા સમુક બ્રાહ્મણે તૃપ્તિ થાય ત્યાં સુધી ખાધું; તેથી, તેને પાણી પીવાની ખૂબ તરસ લાગી અને ખૂબ તરસ લાગવાથી આકૂલવ્યાકૂલ થયેલા તે બ્રાહ્મણે દ્વારપાલના ભયથી તે સ્થાન છોડીને જ્યાં કયાંય કૂવા તળાવ વાવમાં પાણી હોય ત્યાં જવા સમર્થ ન આયે. અને ખૂબ તરસથી ઉદ્વેગ પામેલે તે આ પ્રમાણે વિચારવા લાગ્યો તે જલચર (પાણીમાં રહેનારા) ને ધન્ય છે કે જેઓ હંમેશાં ઈચ્છા પ્રમાણે જલમાં કીડા-રમતગમત કરે છે. હું તે તદ્દન અભાગી કે પાણી વિના અત્યારે ખૂબ દુઃખી થઈ રહ્યો છું. ત્યારપછી તે પાણે પાણ” એમ બેલ અને ખૂબ બૂમ પાડતા મારીને તે આજ નગરમાં દરવાજા પાસેની વાવમાં દેડકાપણે ઉત્પન્ન થયો. હવે ફરી પણ અમે આ નગરમાં સમોસર્યા ત્યારે પનિહારીઓના મુખેથી અહીં અમારા આગમનને સાંભળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust