________________ શ્રી મુનિપતિ ચરિત્રમ 55 શાસનમાં આવા બધા મારા જેવા જ છે. કેટલાકનું આવા પ્રકારનું કાર્ય કર્મ સંગથી પ્રગટ થાય છે, જ્યારે કેટલાકનું ગુપ્ત રહે છે. * - | , રાજાએ કહ્યું : “હે મહા ભાગ્યશાલિની! તમારે કર્મને ઉદય આવ્યો છે, પરંતુ, જિનશાસનને તો મહાન પ્રભાવ છે ! આથી તમે મારા ઘેર આવી જાઓ. તમારી સારી રીતે સેવા કરીશું અને સંતાનની ઉત્પત્તિ થઈ ગયા પછી તમારે જવાનું. ત્યાં સુધીમાં તમને બધી રીતે સાચવી લઈશું. " હવે તે દેવે તે શ્રેણિક રાજાને પિતાના જ્ઞાનથી અત્યંત દઢ સમકિતી છે એમ જાણીને પ્રત્યક્ષ પ્રગટ થઈને કહ્યું : “હે રાજન ! ઇંદ્ર મહારાજે દેવસભામાં જે રીતે તમારા સમ્યકત્વની પ્રશંસા કરી તે ખરેખર ! બરાબર સાચી છે, પણ તેમાં અશ્રદ્ધાવાળે થયેલો હું અહીં આવ્યું અને મેં આપની આ રીતે, પરીક્ષા કરી છે. ખરેખર! સાચું છે કે આપના જે આ ભરતક્ષેત્રમાં હાલમાં કેઈ દઢ સમકિતી, નથી; આથી, ખરેખર! તમે ધન્ય છે અને હવે તમે મારી પાસે કંઈક વરદાન માગે.” રાજાએ કહ્યું: “હે દેવ ! મારે છે એ જ ઘણું છે. કોઈ જાતની એાછાશ નથી. છતાં પણ દેવે દેવતાઈ અને નક્ષત્રોની શ્રેણિમાંથી જાણે બનાવેલ ન હોય એવો એક હાર અને માટીના બે ગોળા રાજાને આપીને કહ્યું: “હે રાજન ! જે આ તૂટી ગયેલા હારને સાંધશે તે મરી જશે” એમ કહીને તે દેવ પોતાના સ્થાને ચાલ્યો ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust