________________ 54 શ્રી મુનિ પતિ ચરિત્રમ પોતાના એક સામાયિકનું ફલ આપે છે તો તમારે નરક ગતિથી છુટકારે થાય. બીજી ઈ રીતે થાય તેમ નથી. આ સાંભળીને શ્રેણિક રાજા શ્રી મહાવીર ભગવંતને પ્રણામ કરીને પોતાના ઘર તરફ ચાલ્યા. એટલામાં તે દદુશંક દેવે વિકલાં કઈ મુનિવેષધરી મનુષ્ય સરોવરના કાંઠે રહેલ વૃક્ષ ઉપરથી લીલાં ફળને ગ્રહણ કરીને પિતાની ઝોળીમાં નાંખતે હોય તેમ રાજાએ જોયું. આમ છ જીવ નિકાયન વિરાધના કરનાર હોઈને જિનશાસનની ઉપજાવતા તે સાધુવેશધારી મનુષ્યને જોઈને હદયમાં ખેદ પામવા છતાં રાજાએ તેને પ્રણામ કરીને અને એકાંતમાં લઈ જઈને તે અકાર્ય કરવામાંથી અટકાવ્યે. 1. . . : - ત્યાંથી આગળ ચાલતાં શ્રેણિક રાજાએ તે જ દર્દરાંત દેવે વિકુલ એક સાધ્વીના વેષ ધારણ કરેલી, કાજલ આંજેલી આંખેવાળી, પડખામાં જેણે બે પુત્રો તેડેલા છે અને કાંખમાં રાખેલા રજોહરણ (ઘા) વાળી મુખ ઉપર જેણે મુહપત્તિ રાખેલી છે એવી અતિસિગ્નગ્ધ અને એકદમ કાળાશયુક્ત માથાના વેણરૂપ દંડવાળી કોઈ એક ગર્ભિણ સ્ત્રીને સરોવરના કાંઠે હાથપગ ધોતી જોઈ. - : - :' આવી અત્યંત જિનેશ્વર ભગવાનના શાસનની અત્યંત મલિનતા પેદા કરાવતી તે સ્ત્રીને જોઈને શ્રેણિક રાજાએ કહ્યું : “હે સ્વામીની ! તમારે અહીં રહેવું યોગ્ય નથી અને તમારે આવું અકાય પણ ન કરવું જોઈએ.” સાધ્વીએ કહ્યું : “હે રાજેન્દ્ર! શ્રી વીર ભગવાનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust