________________ શ્રી મુનિસ્પતિ ચરિત્રમ 41 તેને કહ્યું: “હે નાથ! મને પ્રસૂતિનો અવસર પ્રાપ્ત થશે છે; આથી તમે મારા માટે ઘી વિગેરે લઈ આવે.” બ્રાહ્મણે જવાબ આપેઃ હે પ્રિયા, મારી પાસે તે કાંઈવિદ્યા વિગેરેની કુશળતા નથી કે જેથી વી વિગેરે કંઈ મેળવી શકું ! કારણ કે કલાકારો જ ધનને મેળવી શકે છે. સ્ત્રીએ કહ્યું: “તો હે સ્વામી ! તમે રાજા પાસે જાઓ, રાજાની સેવા કરે, જેથી ખુશ થયેલે રજા તમને ધન આપશે. ત્યારે તે ભટ્ટ બીજોરું વિગેરે ફૂલ લઈને રાજા પાસે ગયે અને રાજા પાસે તે ફળ ભેટણારૂપે કરીને તે રાજ્યની સેવા કરવા લાગ્યું. એક વખત ખુશી થયેલા રાજાએ કહ્યું: “હે બ્રાહ્મણ ! તું અહીં શેને માટે આવ્યો હતો?” બ્રાહ્મણે કહ્યું “હે સ્વામી! ધનવિનાના અને મૂર્ખ શિરોમણિ મને કયાંયથી ધનની પ્રાપ્તિ થતી નથી, તેથી ધન માટે હું આપની સેવા કરૂં છું. રાજાએ કહ્યું. “તો તારે રે જ વનમાં જઈ પુ લાવીને મને આપવાં અને હંમેશાં બે રૂપિયા મારા ભંડારી પાસેથી લેવા” હવે તે બ્રાહ્મણ પણ હંમેશાં તે પ્રમાણે કરવા લાગ્યો. - હવે એક વખત તે કૌશાંબીના રાજાને ચંપા નગરીના રાજા સાથે વિરોધ થયું. ત્યારે ચંપાનગરીને રાજા ચતુરંગ સેના સાથે આવ્યો અને કૌશાંબીમાં આવીને નગરીને ઘેરો ઘાલ્યો. હવે કૌશાંબીને શતાન્તક રાજા બિલની અંદર પિસી ગયેલા સાપની જેમ કૌશાંબીની - મધ્યમાં રહ્યો રહ્યો જ તે ચંપા નગરીના રાજા સાથે યુદ્ધ કરે છે. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust