________________ 48 શ્રી મુનિ પતિ ચરિત્રમ સવે નગરવાસીઓ અમને વંદન કરવા માટે ત્યાં આવ્યા ત્યારે તે દ્વારપાલ પણ પોતાના સ્થાને તે બ્રાહ્મણને મૂકીને અમારાથી અપાતી ધર્મદેશનાને સાંભળવા માટે અમારી પાસે આવ્યો ! હવે તે નગરના દરવાજે શું થયું તે સાંભળો તે દરવાજાની આગળ નવદુર્ગા નામની વ્યંતરદેવીનું સ્થાનક હતું અને નગરના લેક તેને ઈચ્છિત આપનારી. છે એમ માનીને માનતા કરતા અને હંમેશાં ધૂપ દીવો વિગેરેથી પૂજતા. તે નગરના નવદુર્ગા - છત પર હવે એક વખત કોઈ મોટી ઋદ્ધિવાળો હોવા છતાં પુત્ર વિનાના વેપારીએ ત્યાં આવીને દેવીને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું: “હે માતા ! જે મને પુત્ર થશે તે તને - ત્રણ રત્ન આપીશ. ત્યારપછી કેટલેક કાળે તેને પુત્ર થયો. રત્ન આપતો નથી. તે દેવી પણ તેને વારંવાર સ્વમામાં આવીને તે રત્ન માગે છે. પરંતુ; ધૂતારાઓનો અગ્રેસર વેપારી આપતું નથી ત્યારે એક વખત તે દેવીએ સ્વમામાં તે વેપારીને કહ્યું: “જે મને તું તે ત્રણ રત્ન નહીં આપે તો હું તારા પુત્રને મારી નાંખીશ” તે સાંભળીને ભય પામેલ આ વેપારી પ્રભાતમાં ત્રણ રત્નો સહિત પરિવાર સાથે દેવી પાસે આવ્યા, ત્યાં દેવીની સામે તે ત્રણ રત્નો મૂકીને તે ધૂતે કહ્યું: “હે માતા ! તમારી મહેરબાની મારા ઉપર થવાના પ્રતીકરૂપ એક રત્ન મારા માટે. બીજુ રત્ન પુત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust