________________ 0deg શ્રી મુનિ પતિ ચરિત્રમ આમ વિચારીને રોષ પામેલા રાજાએ પોતાના સુભટેને હુકમ કર્યો કે હે સુભટો ! આ સ્થાનેથી ઊઠે એ જ આ કઢીઆને તમારે જલદી પકડી લેવો અને મારી નાખવે. હવે દેશના પૂરી થતાં ભગવંતને નમસ્કાર કરીને જે તે કેઢીઓ બહાર આવ્યો તે જ તેને શ્રેણિક રાજાના સુભટોએ ઘેરી લીધે; પરંતુ, તે કઢીઓ તે બધા સુભટોને જોઈ રહ્યો ને તે તો દેવતાઈ સ્વરૂપને ધારણ કરી આકાશમાં ઊડી ગયે. ' આ બધું વૃત્તાન્ત જાણીને અત્યંત આશ્ચર્ય પામેલા રાજાએ શ્રી સર્વજ્ઞ ભગવાનને પૂછયું : “હે ભગવન્આ તે આવે કે પુરુષ છે કે જેણે પોતાના શરીરમાંથી નીકળતા લોહીથી આપના ચરણેને લીંયા !" ભગવાને કહ્યું : “હે રાજન, તેના વૃત્તાંતને તમે સાંભળે ? . કોઢીઆની કથા - વત્સ દેશમાં કૌશાંબી નામની એક પ્રસિદ્ધ નગરી છે. તે નગરીમાં શતાન્તક નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં જ મહાદરિદ્રી મૂર્ખશિરોમણિ સે મુક નામને બ્રાહ્મણ રહેતો હતો. તેને પ્રિયકાન્તા નામની પત્ની હતી. તે બ્રાહ્મણ રેજ સાત ગામેામાં ભિક્ષા માગે અને તેથી અતિકષ્ટપૂર્વક પિતાનો પેટગુજારો કરે. હવે એક વખત તેની સ્ત્રીને ગર્ભની પ્રાપ્તિ થઈ, તે વખતે તે પત્નીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust