________________ શ્રી મુનિપતિ ચરિત્રમ્ 33 - હવે તે મંત્રી નિવૃત્તિ કન્યાના ધવલ ગૃહમાં ગયે ત્યારે તેણીએ કહ્યું: “હે સ્વામી ! તમે જ્યારે દેશાંતર ગયા ત્યારે મેં અભિગ્રહ લીધેલ છે કે છ માસ સુધી મારે ભુમિશયન કરવાપૂર્વક બ્રહ્મચર્ય પાળવું તેમજ ત્યાં સુધી આયંબીલનું તપ કરવું” . હવે રાજાના રૂપને ધારણ કરનાર મંત્રીએ વિચાર્યું કે છ માસ ક્ષણવારંની જેમ હમણાં ચાલ્યા જશે એમ વિચારી તે પોતાના સ્થાને ગયે. તે નિવૃત્તિ કન્યાએ વિચાર્યું કે અશુભના વખતે કાલ વિતાવવો એ જ શ્રેષ્ઠ છે, એમ વિચારી તે તપ કરવા લાગી. તે હવે અહીં હાથીના કલેવરમાં રહેલ રાજાને જીવ વિલાપ કરી કરીને પિતાના નગર તરફ ચાલ્યો. તેટલામાં તો તે હાથીને મારી નાખવા પ્રધાને પિતાનાં પુરુષને મોકલ્યા. તે પુરુ એ થાકી ગયેલા શરીરવાળા, સામે આવતા તે હાથીને મારી નાખે ત્યારે રાજાના જીવે તે હાથીના કલેવરને છેડીને પોતાને આમ એક હરણના કલેવરમાં નાખ્યો. તે હરણને પણ મારી નાખવા માટે મંત્રીએ પારધિઓને મેકલ્યા. તે પારધિઓએ તે હરણ મારી નાખ્યું. ત્યારે રાજાના જીવે એક પોપટનાં કલેવરમાં પ્રવેશ કર્યો ત્યાર પછી તે આકાશ માગે ઊડીને સાંજના ટાઈમે નિવૃત્તિ કન્યાના ધવલગૃહની નજીકના ઉદ્યાનમાં ગયે અને રાતે એક આંબાના વૃક્ષ ઉપર બેઠે. ત્યારે મંત્રીએ તેને મારી નાખવા માટે પાશિકને મોકલ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust