________________ શ્રી મુનિપતિ ચરિત્રમ - 37. ' પદ્દગલ પરાવર્તનકાળ સુધી જ રહેનારે સંસારી . જીવવિશેષ સમજ; અને કૃષ્ણ પાક્ષિક નામને મંત્રી તે અનંતા ભવભ્રમણ કરનાર જીવવિશેષ સમજ. તેમાં વિવેકરૂપ પર્વત, શુકલધ્યાનમાં પરાયણરૂપ તાપસ, ચારિત્રરૂપી વિદ્યાધર રાજા તેની મુક્તિરૂપી નિત્તિ નામની પુત્રી, કાપડિયારૂપી સાત્ત્વિક ઉપદેશ આપનારા ગુરુ, સતસો જિનરૂપ સાતરાજ પ્રમાણ ઉલેક, બાર દેવક, નવ ગ્રવયક, પાંચ અનુત્તરવિમાન, તાડના ઝાડ ઉપર રહેલા કાગડારૂપી દીરકાલીન સંસારી જીવ, થોડો જ સમય સંસારમાં પરિભ્રમણ કરનાર છવરૂપ રાજહંસ, સદાનંદ નામના ચોગીરૂપ શ્રી વિતરાગ ભગવંત જાણવા. તેમની પાસે રહેલ પંચાંગીરૂપ પરકાય પ્રવેશ વિદ્યા જાણવી, હાથીના કલેવરરૂપ નરકગતિ સ્થાન જાણવું, હરણના કલેવરરૂપ તિર્યંચગતિ સ્થાન, પિપટના કલેવરરૂપ મનુષ્યગતિ સ્થાન અને ભમરાના કલેવરરૂપ દેવગતિ સ્થાન અને ફરી : રાજા પાછો મનુષ્યગતિરૂપ પોતાના દેહમાં પાછો આવ્યો ત્યાર પછી તે પાંચમી મુક્તિ ગતિને પામે.. .! તેથી હે ભગવન ! મારૂં ધન લઈ લેતા તમે પણ કૃષ્ણપાક્ષિક મંત્રી જેવું કામ કર્યું. કૃષ્ણપાક્ષિક મંત્રીની કથા સમાપ્ત મુનિએ કહ્યું: “હે શેઠ, તે મંત્રી સરખા અમને તું ન કહે, કારણકે સાધુઓ તે નિર્લોભી હોય છે, જેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust